બીએસએનએલ તરફથી વર્ક ફ્રોમ હૉમને પ્રોત્સાહન આપવા માટે નવા Work@Home પ્લાન ફ્રી માં યૂઝર્સને આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં દરરોજ 5gb બ્રૉડબેન્ડ ડેટા 10 mbps સ્પીડ મળશે.
ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસ સંક્રમણ દરમિયાન વધારેમાં વધારે યૂઝર્સ 'ધરથી કામ' કરી રહ્યા છે
બીએસએનલ એના માટે યૂઝર્સને ફ્રી ઇન્ટરનેટ પ્લાન ઑફર કરી રહ્યા છે
હવે બીએસએનેલ ફ્રી ઑફ કૉસ્ટ Work@Home પ્લાન લઇને આવ્યું છે
કેન્દ્ર અને રાજ્ય સરકારના વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપવા બાદ સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)એ વિશેષ બ્રોડબેન્ડ પેકેજ લોન્ચ કર્યું છે. કંપનીએ આ પ્લાનને Work@Home નામ આપવામાં આવ્યું છે. BSNLનો આ પ્લાન હાલના લેન્ડલાઇન ગ્રાહકોમાટે નિશુલ્ક રહેશે.
ઝડપથી મહામારી બનીને ઉભરેલા કોરોના વાયરસના સંક્રમણ દરમિયાન વધુમાં વધુ લોકો વર્ક ફ્રોમ હોમ એટલે ઘરેથી કામ રહ્યા છે. ઘરેથી કામ કરતી વખતે લોકોને સૌથી વધુ ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડે છે. તેને ધ્યાનમાં રાખતાં BSNL પોતાના યૂઝર્સને ફ્રી ઇન્ટરનેટ પ્લાન ઓફર કરી રહ્યા છે. કંપનીનો દાવો છે કે આ પ્લાન માટે બ્રોડબેન્ડ યૂઝર્સને એક રૂપિયો પણ ખર્ચ કરવો પડશે નહી. આ પ્લાન અંડમાન અને નિકાબાર દેશના તમામ સર્કલમાં સર્વિસ ઉપલબ્ધ કરાવશે.
BSNLના આ પ્લાનનો ફાયદો હાલના લેન્ડલાઇન કનેક્શનવાળા બ્રોડબેન્ડ યૂઝર્સને જ મળશે. આ પ્લાનમાં ગ્રાહકને દરરોજ 5 જીબી ડેટા 10Mbpsની સ્પીડ પર મળશે. આ ડેટા ખતમ થતાં સ્પીડ ઘટીને 1Mbps થઇ જશે. તેને આપણે Unimited પ્લાન પણ કહી શકીએ.
ઝીરો કોસ્ટ પર મળશે પ્લાન
આ પ્લાનની ખાસિયત છે કે ગ્રાહકોને જીરો કોસ્ટમાં પડે છે. સીધા શબ્દોમાં કહીએ તો આ પ્લાન માટે ગ્રાહકોને કોઇપણ ઇંસ્ટોલેશન ચાર્જ અથવા મંથલી ડિપોઝિટ આપવાની જરૂર નથી. આ પ્લાનનો ફાયદો બીએસએનએલ દ્વારા ફક્ત લેન્ડલાઇન કનેક્શનવાળા બ્રોડબેન્ડ યૂઝર્સને જ મળશે. તો બીજી તરફ વોઇસ કોલિંગ સબ્સક્રાઇબર્સને તેમના પ્લાન મુજબ જ મળશે. આપણે એમ કહી શકીએ કે BSNLનો નવો પ્લાન ફક્ત ડેટા બેનિફિટ ઓફર કરે છે અને કોલિંગ તેમાં સામેલ નથી.