બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / bsnl will start 4g service till end of year

GOOD NEWS / ખુશખબર: આ સમયે BSNL દેશમાં શરૂ કરશે 4G સર્વિસ, કંપનીની ગુણવત્તામાં પણ આવશે સુધારો

Pravin

Last Updated: 09:09 PM, 25 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સરકારે શુક્રવારે સંસદમાં કહ્યું કે, ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) આ વર્ષના અંત સુધીમાં 4G સેવા શરૂ કરશે અને તેની સાથે ટેલિકોમ કંપનીની સેવાની ગુણવત્તામાં પણ સુધારો થશે.

  • BSNLના ગ્રાહકો માટે ખુશખબર આવી
  • આ વર્ષના અંત સુધીમાં 4G સેવા શરૂ કરશે
  • ટેલીકોમ કંપનીની ગુણવત્તામાં પણ સુધારો થશે

 

ભારત સરકારે શુક્રવારે સંસદમાં કહ્યું કે, ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) આ વર્ષના અંત સુધીમાં 4G સેવા શરૂ કરશે અને તેની સાથે ટેલિકોમ કંપનીની સેવાની ગુણવત્તામાં પણ સુધારો થશે. સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, સરકારે કંપનીની સ્થિતિ સુધારવા માટે ઘણા પગલાં લીધા છે. ચૌહાણે કહ્યું કે, સરકારે ઓક્ટોબર 2019 માં આ સંદર્ભે એક પેકેજની પણ જાહેરાત કરી હતી, ત્યારબાદ કંપનીના 70 ટકા કર્મચારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. તેમણે લીધેલા વિવિધ પગલાંનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, સરકારે કંપનીને જમીન સંપાદન કરવા અને બજારમાંથી નાણાં લેવાની પણ મંજૂરી આપી છે.

5જી સેવાને લઈને આ વાત કહી

પ્રશ્નકાળ દરમિયાન, ઘણા સભ્યોએ ફરિયાદ કરી હતી કે, BSNLની સેવા દયનીય છે. દેશમાં 5G સેવા શરૂ કરવા અંગે તેમણે કહ્યું કે, સરકારે તાજેતરમાં પ્રાયોગિક ધોરણે ચાર કંપનીઓને સ્પેક્ટ્રમ ફાળવ્યા છે અને આ સંબંધમાં જરૂરી તપાસ પ્રક્રિયા પૂર્ણ થવાની છે.

સરકારે ટ્રાઈને માર્ગદર્શન આપવા કહ્યું છે 

ચૌહાણે કહ્યું કે, સરકારે ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈને પણ આ પ્રક્રિયા માટે માર્ગદર્શન આપવા કહ્યું છે, જેથી કરીને સ્પેક્ટ્રમની હરાજી થઈ શકે. તેમણે કહ્યું કે, દેશમાં 5G સેવા વર્ષના અંત સુધીમાં શરૂ થવાની આશા છે. તેમણે કહ્યું કે, ભારતમાં ટેલિકોમ સેવા સમગ્ર વિશ્વમાં સૌથી ઓછા દરે ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે, 2014માં સરેરાશ ડેટાનો વપરાશ દર મહિને 1GB હતો, જે હવે વધીને લગભગ 15GB થઈ ગયો છે. તેમણે કહ્યું કે, ડેટાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને એક સમયે તેની કિંમત 270 રૂપિયા પ્રતિ GB હતી, જે હવે 10 રૂપિયા પ્રતિ GB થઈ ગઈ છે. આ સિવાય કોલિંગ રેટ લગભગ ફ્રી થઈ ગયો છે.

BSNL સાથે આટલી કંપનીઓ થઈ શકે છે મર્જ

આ સિવાય આપને જણાવી દઈએ કે, ભારત બ્રોડબેન્ડ નિગમ લિમિટેડ (BBNL), મહાનગર ટેલિફોન લિમિટેડ (MTNL) ને ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) સાથે મર્જ કરવાનું કામ ચાલી રહ્યું છે. આ વિલીનીકરણ અંગે સંસદીય સમિતિએ કહ્યું કે, પહેલા સ્પેશિયલ પર્પલ વ્હીકલ (SPV)ની રચના કરવી જોઈએ. MTNLનું દેવું જે લગભગ રૂ. 26500 કરોડ છે, તેને આ SPVમાં ટ્રાન્સફર કર્યા પછી જ BSNLની કામગીરી સાથે મર્જ કરવી જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

BSNL BSNL 4G Plus ટેલીકોમ કંપની બીએસએનએલ ભારત સંચાર નિગમ લિમિટેડ BSNL
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ