જો તમે સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ની લેન્ડલાઇન સેવાના ગ્રાહકો છો તો તમારા માટે ખરાબ સમાચાર છે. BSNLએ પોતાના લેન્ડલાઇન ગ્રાહકોને રવિવારે મળતી ફ્રી કોલિંગની સુવિધાને એક ફેબ્રુઆરીથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ આ નિર્ણય પહેલાં રાત્રે આપવામાં આવતી ફ્રી કોલ સેવામાં કાપ મૂક્યો હતો. બીએસએનએલ દ્વારા 21 ઓગસ્ટ 2016ના દિવસે ફ્રી નાઇટ કોલિંગ અને રવિવારે ફ્રી કોલિંગની શરૂઆત કરવામાં આવી હતી.
માત્ર 1 રૂપિયામાં મળશે અનલિમિટેડ ઇન્ટરનેટ:
જિયોને ટક્કર આપવા માટે બાકીની ટેલિકૉમ કંપનીઓ વચ્ચે હરીફાઈ ચાલી રહી છે અને આ વચ્ચે સૌથી ઓછી કિંમતે ડેટા પ્લાન આપવા માટે BSNLએ પોતાના ગ્રાહકોને માત્ર રૂ. 1માં ડેટા આપવાનો પ્લાન રજૂ કર્યો છે. કંપનીએ આ માટે મોબાઈલ અને ટેબલેટ બનાવનાર કેનેડાની કંપની ડેટાવિંડ સાથે હાથ મિલાવ્યો છે.BSNL ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયેથી દર રોજ માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ ડેટા પ્લાન આપવાનું કહ્યું છે. જો આ પ્લાન લોન્ચ થશે તો જિયો એરટેલ આઇડિયા અને વોડાફોનને જોરદાર ઝટકો લાગી શકે છે.
BSNની સાથે થશે કરાર:
કેનેડાની ડાટાવિંડ કંપની હવે BSNLની સાથે પાર્ટનરશિપ કરવા જઇ રહી છે જેમાં યૂઝર્સને માત્ર 1 રૂપિયામાં ઇન્ટરનેટ આપવામાં આવશે. એટલે કે યૂઝર્સ માત્ર 30 રૂપિયા ખર્ચીને અનલિમિટેડ ડેટાની મજા લઇ શકશે. આ પ્લાન લોન્ચ થતાં જ ઇન્ટરનેટ પ્લાનમાં વધારે હરિફાઇ થશે.
કરી રીતે મળશે ફાયદો:
ડેટાવિંડ કંપની BSNLની સાથે મળીને આ પ્લાનને સામાન્ય લોકો સુધી પહોંચાડશે. આ માટે BSNLએ યૂઝર્સને ડિટાવિંડ દ્વારા બનાવવામાં આવેલી એપને સ્માર્ટફોનમાં ઇન્સ્ટૉલ કરવાની રહેશે. આ કંપનીની પેટેન્ટેડ એપ છે જે પછી યૂઝર્સ અનલિમિટેડ ડેટાનો ઉપયોગ કરી શકશે.