બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / BSNLના યુઝર્સની બલ્લે બલ્લે! જલ્દી શરૂ થશે 5G સર્વિસ, ટેલિકોમ મંત્રીએ જણાવી તારીખ

'હાઈ સ્પીડ' / BSNLના યુઝર્સની બલ્લે બલ્લે! જલ્દી શરૂ થશે 5G સર્વિસ, ટેલિકોમ મંત્રીએ જણાવી તારીખ

Last Updated: 07:00 PM, 15 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BSNL 4G અને 5G ટેક્નૉલૉજી સાથે ઝડપથી તેના નેટવર્કનું વિસ્તરણ કરી રહ્યું છે. કંપનીએ સ્થાનિક રીતે વિકસિત 4G ટેકનોલોજીનો ઉપયોગ કરીને જૂન 2025 સુધીમાં 5G સેવાઓ શરૂ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

BSNL હવે માર્કેટમાં ધૂમ મચાવવા તૈયાર છે. સરકારી કંપની BSNL ઝડપથી તેના નેટવર્કને 4G અને 5Gમાં કન્વર્ટ કરી રહી છે. ગ્રાહકો પણ BSNLની 5G સેવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કેન્દ્રીય ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે કંપની આવતા વર્ષે મે સુધીમાં એક લાખ બેઝ સ્ટેશન દ્વારા સ્વદેશી રીતે વિકસિત 4G ટેક્નોલોજી લાગુ કરવાનું કામ પૂર્ણ કરશે. આ પછી BSNLની 5G સેવાઓ જૂન 2025 સુધીમાં શરૂ થશે. સિંધિયાએ કહ્યું કે આપણે આપણું પોતાનું 4G નેટવર્ક શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે જૂન 2025 સુધીમાં 5G પર જશે. આપણે આમ કરનાર વિશ્વનો છઠ્ઠો દેશ બનીશું.

bsnl-final

ભારત 6G ટેક્નોલોજીમાં વિશ્વનું નેતૃત્વ કરશે

યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ પ્રોગ્રામમાં સિંધિયાએ કહ્યું કે ભારત 4Gમાં દુનિયાના પગલે ચાલી રહ્યું છે અને 5Gમાં દુનિયા સાથે ચાલી રહ્યું છે. ભારત 6G ટેક્નોલોજીમાં વિશ્વનું નેતૃત્વ કરશે. તેમણે કહ્યું કે BSNL અન્ય કોઈ કંપનીના સાધનોનો ઉપયોગ કરશે નહીં. અમારી પાસે એક કોર અને એક રેડિયો એક્સેસ નેટવર્ક છે, જે સંપૂર્ણ રીતે કાર્યરત છે.

BSNL

BSNL સ્થાનિક 4G ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે

અહેવાલ મુજબ BSNL C-DOT અને TCSના સહયોગથી વિકસિત 4G ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. સિંધિયાએ જણાવ્યું હતું કે ભારતે 22 મહિનામાં 4.5 લાખ ટાવર ઇન્સ્ટોલ કરીને વિશ્વમાં સૌથી ઝડપી 4G થી 5G ટેકનોલોજીનો અમલ કર્યો છે. આ સેવા દેશની 80 ટકા વસ્તી માટે ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે BSNL 5G સેવાઓની શરૂઆત માટે હાલની સાઇટ્સમાં થોડો ફેરફાર કરવામાં આવશે અને તેમના સોફ્ટવેરને અપગ્રેડ કરવામાં આવશે.

વધુ વાંચો : એક મહિનામાં જ 8400000 WhatsApp એકાઉન્ટ બંધ, સાયબર ફ્રોડને રોકવા મોટી કાર્યવાહી

BSNL એ વર્ષ 2025 ના અંત સુધીમાં કુલ મોબાઈલ ગ્રાહકોમાં 25% ઉમેરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. BSNL એ 6 ઓગસ્ટે જાહેરાત કરી હતી કે તે 4G અને 5G પર કામ કરતા 'ઓવર-ધ-એર' (OTA) અને યુનિવર્સલ SIM (USIM) પ્લેટફોર્મ રજૂ કરશે. આ બંને સેવાઓ સાથે ગ્રાહકો ભૌગોલિક પ્રતિબંધો વિના તેમનો મોબાઈલ નંબર પસંદ કરી શકશે તેમજ સિમ બદલી શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BSNL technology TelecomMinister
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ