BSNL કંપની પોતાના ગ્રાહકોને માટે 485 રૂપિયાનો ખાસ પ્લાન લાવી છે જેમાં યૂઝર્સને 135 જીબી ડેટા અન ફ્રી કોલિંગનો ફાયદો મળે છે.
BSNLની ગ્રાહકોને માટેની ખાસ ઓફર
ફક્ત 500 રૂપિયાના પ્લાનમાં મળે છે આ સુવિધાઓ
ફ્રી કોલિંગની સુવિધાઓ સહિત અનેક ઓફર
ટેલિકોમ કંપની BSNLએ યૂઝર્સને સસ્તા પ્રીપેડ પ્લાન ઓફર કર્યા છે. જ્યાં એક તરફ જિઓ, એરટેલ અને અન્ય ટેલિકોમ કંપની 219 રૂપિયામાં 28 દિવસ સુધી રોજ 1 જીબી ડેટા આપે છે ત્યારે બીએસએનએલ 150 રૂપિયામાં 30 દિવસની વેલિડિટીની સાથે 1 જીબી ડેટા રોજનો ઓફર કરે છે. યૂઝર્સની પસંદની વાત કરીએ તો યૂઝર્સને આ પ્લાન વધારે પસંદ આવી રહ્યા છે. તેમાં વધારે ડેટા, ફ્રી કોલિંગ અને વધારે વેલિડિટી મળે છે. તો તમારા માટે પણ ખાસ પ્લાન છે.
BSNLના 485 રૂપિયાના પ્લાનનો ફાયદો
BSNLના 485 રૂપિયાના પ્લાનમાં એક અનલિમિટેડ કોમ્બો ઓફર છે જેમાં 1.5 જીબી ડેટા રોજના, કોઈ પણ નેટવર્ક પર ફ્રી અનલિમિટેડ વોઈસ કોલિંગ અને સાથે રોજના 100 એસએમએસ પણ ફ્રીમાં મળે છે. જિઓ, એરટેલ અને વોડાફોન અને આઈડિયાને ટક્કર આપવા માટે BSNLએ દરેક પ્રીપેડ અને પોસ્ટપેડ યોજનાથી રોજના 250 મિનિટની એફયૂપીને ખતમ કર્યું છે. રોજના 1.5 જીબી ડેટાનો ઉપયોગ કર્યા બાદ ડેટા સ્પીડ 40 કેબીપીએસ સુધી ધટાડાશે. આ પ્લાનની વેલિડિટી 90 દિવસની હોય છે. ટેલિકોમ કંપનીઓ આટલી રેન્જના પ્લાનની સાથે 84 દિવસની વેલિડિટી આપે છે.
એરટેલ, વોડાફોન, આઈડિયા અને જિઓના પ્લાનને ટક્કર આપે છે આ પ્લાન
BSNLનો આ પ્લાન એરટલ અને વીઆઈના 598 રૂપિયાના પ્લાનને ટક્કર આપે છે. જ્યારે રિલાયન્સ જિઓના 555 રૂપિયાના પ્લાનથી પણ બીએસએનએલના પ્લાનની કિંમત ઘણી ઓછી છે. ભારતી એરટેલને 598 રૂપિાયના પ્લાનની 84 દિવસની વેલિડીટી છે. આ સાથે કંપની રોજનો 1.5 જીબી ડેટા આપે છે. કોલિંગની વાત કરીએ તો આ પ્લાનમાં કોઈ પણ નેટવર્કને માટે ટ્રૂ અનલિમિટેડ કોલિંગ મળે છે. જીઓના 555 રૂપિયાના પ્લાનની સાથે રોજનો 1.5 જીબી ડેટા અને 84 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનની ખાસ વાત એ છે કે તેમાં સબ્સ્ક્રાઈબર્સના જિઓ એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે.