BSNL એ પોતાના સૌથી લોકપ્રિય પ્લાનમાંથી એકને રિવાઈઝ કર્યો છે. BSNL એ 187 રૂપિયાવાળા પ્લાનને રિફ્રેશ કર્યો છે અને બીએસએનએલની સુવિધામાં વધારો થયો છે.
BSNL એ પોતાના સૌથી લોકપ્રિય પ્લાનમાંથી એકને રિવાઈઝ કર્યો
187 રૂપિયાવાળા પ્લાનને રિફ્રેશ કર્યો, વધુ મળશે સુવિધા
BSNL નો 187 રૂપિયાનો પ્લાન બીજી કંપનીઓના પ્લાનને આપી રહ્યો છે ટક્કર
BSNLનો પ્લાન બીજી કંપનીઓના પ્લાનને આપી રહ્યો છે ટક્કર
રિવિઝનની સાથે બીએસએનએલ 187 રૂપિયાનો પ્લાન હવે બાકી કંપનીઓના પ્લાનને ટક્કર આપી રહ્યો છે. બીએસએનએલના 187 પ્લાનમાં થોડા ફેરફાર કરવામાં આવ્યાં છે. બાકી બીજા બધા લાભ એકજેવા છે. આ પ્લાનમાં એમટીએનએલ નેટવર્ક પર લોકલ-એસટીડી નંબરો અને નેશનલ રોમિંગમાં અનલિમિટેડ કોલ્સની રજૂઆત ચાલુ છે. આ પ્લાનમાં દરરોજ મફત 100 SMSની સુવિધા પણ છે.
BSNLનો 187 રૂપિયાવાળો રિવાઈજ્ડ પ્લાન
પ્લાનની વેલિડિટી અને ડેટામાં થોડા ફેરફાર કરવામાં આવ્યાં છે. આ પ્લાન હવે છેલ્લાં 24 દિવસના બદલે 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ સાથે ડેટાની સુવિધા વધારીને દરરોજ 2GB કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ પ્લાન ફક્ત કેરળમાં ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવ્યો છે.
Airtel નો 187 રૂપિયાવાળો પ્લાન
BSNL નો આ પ્લાન જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયાના 200 રૂપિયાથી ઓછી કિંમતના પ્લાનને ટક્કર આપે છે. એરટેલની પાસે પણ 187 રૂપિયાવાળો પ્લાન છે. જેમાં 24 દિવસની વેલિડિટી મળે છે અને દરરોજ 1GB ડેટા, અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 SMS મળે છે. આ સાથે એરટેલ એમેઝોન પ્રાઈમ વીડિયો, એરટેલ એક્સસ્ટ્રીમ, વિન્ક મ્યુઝીક અને હેલો ટ્યુન્સ માટે 30 દિવસની વેલિડિટી આપી રહ્યો છે.
Jio નો 199 રૂપિયાવાળો પ્લાન
Jio 199 રૂપિયાના પેક માટે એકસરખો લાભ આપી રહ્યો છે. તમને દરરોજ 1.5GB સુધી ડેટા, અનલિમિટેડ કોલ અને 24 દિવસની વેલિડિટી મળે છે. એરટેલની જેમ Jio, JioTV, Jio Cinema, Jio News, Jio Security અને Jio Cloudનું સબ્સ્ક્રીપ્શન પ્રદાન કરે છે.
Vi નો 187 રૂપિયાવાળો પ્લાન
Vodafone Idea (Vi) એકસરખી કિંમતના પ્લાનમાં 1GB ડેટા, અનલિમિટેડ કોલ, દરરોજ 100 SMS અને Vi Movies નું એક્સેસ આપી રહી છે.