દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓએ હાલમાં જ પોતાના યુઝર્સ માટે ખાસ પ્લાન આપ્યો છે પરંતુ તેનાથી પણ સસ્તો પ્લાન આ કંપની લઇને આવી છે.
આ કંપની આપી રહી છે બમણો ફાયદો
જીઓ કરતા બમણો ફાયદો ઉઠાવો
105 જીબી ડૅટા વધારે મળે છે
કેટલાક એક્સપર્ટ આ પ્લાનને જીઓનો માસ્ટરસ્ટ્રોક પ્લાન પણ કહી રહ્યાં છે કારણકે આ BSNLના 499ના પ્લાનને ટક્કર આપી રહ્યો છે. બંને કંપની પોતાનો પ્લાન 90 દિવસ માટે ઓફર કરી રહી છે. આવામાં સવાલ ઉઠી રહ્યો છે કે કઇ કંપનીનો પ્લાન શ્રેષ્ઠ છે.
JIOનો 597 રૂપિયાવાળો પ્લાન
રિલાયન્સ જીઓનો 90 દિવસના પ્લાનની કિંમત 597 રૂપિયા છે અને આ પ્લાનને કંપનીએ હાલમાં જ લોન્ચ કર્યો છે. તેને એક્ટિવેટ કરવા પર 75GB ઇન્ટરનેટ અને 100 SMS અને જીઓ એપ્સનું મફત સબસ્ક્રિપ્શન આપવામાં આવે છે.
BSNLનો 499 રૂપિયાનો પ્લાન
BSNLના 90 દિવસના પ્લાનની કિંમત 499 રૂપિયા છે અને આ પ્લાનમાં ગ્રાહકોને રોજ 2GB ડૅટા આપવામાં આવે છે. એટલે 180જીબી મળે છે. તે સિવાય BSNL ટ્યૂન અને જીંગ જેવી સુવિધાઓ મફત મળે છે.
ક્યો પ્લાન શ્રેષ્ઠ
BSNLનો પ્લાન 100 રૂપિયા સસ્તો પડે અને 105 જીબી ડૅટા પણ વધારે મળે છે. જો તમને ડેટા લિમીટથી પરેશાની નથી તો તમે કંઇ પણ વિચાર્યા વગર BSNLનો આ પ્લાન લઇ શકો છો. જો લિમિટથી તકલીફ છે તો તમે જીઓનો પ્લાન એક્ટિવેટ કરાવી શકો છો.