બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / bsnl-mtnl revival plan union cabinet ravi shankar prasad

નિર્ણય / આખરે ડૂબતી BSNL - MTNLને બચાવવા મોદી સરકારે લીધો આ મોટો નિર્ણય

Kavan

Last Updated: 05:18 PM, 23 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકારે કેબિનેટની બેઠકમાં BSNL અને MTNLને લઈને મોટો નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠકમાં બીએસએનએલ અને એમટીએનએલના મર્જરની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. લાંબા સમયથી આ બે સરકાર સંચાલિત કંપનીઓ માટે રાહતનો સમાચાર છે.

  • BSNL અને MTNL મામલે કેન્દ્ર સરકારનો નિર્ણય
  • કેબિનેટ બેઠકમાં મર્જરની યોજના પર લાગી મહોર
  • ટેલિકોમ મંત્રીએ કરી જાહેરાત 

છેલ્લા કેટલાક દિવસોથી એવા અહેવાલો આવ્યા હતા કે સરકાર બંને સરકારી ટેલિકોમ કંપનીઓને બંધ કરવાની યોજના બનાવી રહી છે. જો કે, પાછળથી સરકાર તરફથી આ સમાચારને માત્ર એક અફવા ગણાવવામાં આવી હતી. 

ટેલિકોમ મંત્રીએ કરી જાહેરાત 

કેબિનેટના નિર્ણયો અંગેનું એલાન કરતાં ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે બીએસએનએલ સાથે ભૂતકાળમાં અન્યાય થયો છે. અમે BSNL અને MTNL ને મર્જ કરવાની યોજના પર કામ કરી રહ્યા છીએ. રવિશંકર પ્રસાદના જણાવ્યા અનુસાર બીએસએનએલ માટે એક આકર્ષક VRS પેકેજ લાવવામાં આવશે. 

BSNL માટે લાવવામાં આવશે ખાસ પેકેજ

આ સાથે 4 જી સ્પેક્ટ્રમ માટે અંદાજે 4000 કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આગામી 4 વર્ષમાં 38000 કરોડ રૂપિયાનું મોનિટાઇઝેશન કરવામાં આવશે. આ સાથે જ 15 હજાર કરોડના બોન્ડ પણ જાહેર કરવામાં આવશે. ખોટ બનાવતી બીએસએનએલે 2015 માં 4 જી સ્પેક્ટ્રમની ફાળવણી અંગે સરકારને અરજી કરી હતી અને સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના પેકેજ માટે મંજૂરી માંગી હતી જે 2009 થી બાકી છે.

કર્મચારીઓને પડી રહી છે તકલીફ 

બીએસએનએલ અને એમટીએનએલની દુર્દશાને કારણે કર્મચારીઓને સતત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમને પગાર મળવામાં પણ વિલંબ થઇ રહ્યો છે. ખરેખર, બીએસએનએલને માસિક પગાર રૂ. 850 કરોડ ચૂકવવાના છે. હાલમાં બીએસએનએલના લગભગ 1.80 લાખ કર્મચારી છે. 

નોંધનીય છે કે, નાણાકીય વર્ષ 2017-18માં બીએસએનએલનું નુકસાન 7,992 કરોડ રૂપિયા હતું. આ અગાઉ 2016-17માં કંપનીને 4,786 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ મુજબ, ફક્ત 1 વર્ષમાં 3,206 કરોડનું નુકસાન થયું છે.

સંકળાયેલા મુદ્દાઓ

BSNL MTNL Union Cabinet એમટીએનએલ બીએસએનએલ મોદી સરકાર રવિશંકર પ્રસાદ BSNL
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ