BSNLએ તેના ગ્રાહકો માટે 300 દિવસની વેલિડિટી સાથે નવો પ્લાન રજૂ કર્યો છે. આમાં ગ્રાહકોને ડેટા, કોલ અને એસએમએસનો લાભ મળશે.
BSNLએ લોન્ચ કર્યો ધમાકેદાર પ્લાન
300 દિવસની વેલિડિટી સાથે મળશે આ ફાયદો
કોલ એસએમએસ અને બીજુ પણ ઘણુ બધુ
BSNLએ તેના ગ્રાહકો માટે ખૂબ જ આકર્ષક પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન 2022 રૂપિયાનો છે. આ પ્લાનમાં ગ્રાહકોને દર મહિને 75GB ડેટા મળશે. કંપની એવા ગ્રાહકોને ટાર્ગેટ કરે છે કે જેઓ વધુ ડેટા ઇચ્છે છે અને જેઓ લાંબી વેલિડિટી સાથેનો પ્લાન પણ ઇચ્છે છે. જો તમે BSNL સબસ્ક્રાઈબર છો અને લાંબી વેલિડિટી પ્લાન ઈચ્છો છો તો આ પ્લાન તમારા માટે ખાસ હોઈ શકે છે.
જાણો આ પ્લાન વિશે વિસ્તારથી
BSNLના આ નવા પ્લાનની કિંમત 2022 રૂપિયા છે. આમાં ગ્રાહકોને દર મહિને 75GB ડેટા આપવામાં આવશે. તેમજ આ પ્લાનમાં યુઝર્સને 300 દિવસની સર્વિસ વેલિડિટી મળશે. એટલું જ નહીં, BSNLના આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ અનલિમિટેડ વૉઇસ કૉલ્સ અને 100SMSનો લાભ પણ મળશે.
મળશે 75GB ડેટા લિમિટ
તમને જણાવી દઈએ કે દર મહિને 75GB ડેટા લિમિટ ખતમ થયા બાદ સ્પીડ ઘટીને 40 Kbps થઈ જશે. પરંતુ નોંધનીય છે કે આ પ્લાનમાં ગ્રાહકોને માત્ર 60 દિવસની વેલિડિટી દરમિયાન જ ડેટાનો લાભ મળશે. આ પછી જો તમને ડેટાની જરૂર હોય, તો તમારે ડેટા વાઉચરથી રિચાર્જ કરવું પડશે.
31 ઓગસ્ટ સુધી છે ઓફર
આ પ્લાનને ખાસ કરીને AzadiKaAmritMahotsavPV_2022 માટે ઓફર તરીકે રજૂ કરવામાં આવ્યો છે. આ ઓફર 31 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. એટલે કે તમે આ મહિને આ પ્લાનનો લાભ લઈ શકશો. જો તમારા વિસ્તારમાં BSNL નું 4G નેટવર્ક ઉપલબ્ધ છે, તો આ પ્લાન તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે.