બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Bsnl Launches New 100 Mbps Plan With 1.4tb Data Drops 200mbps Plan

બેસ્ટ ઓફર / ધમાકેદાર પ્લાન : 1400 GB ડેટા અને અનલિમિટેડ કૉલ, આ કંપનીના ગ્રાહકોને જલસા

Noor

Last Updated: 01:55 PM, 13 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી ટેલિકોમ કંપની BSNLએ તેનો 200Mbps સ્પીડવાળો ભારત ફાઈબર પ્લાન બંધ કરી દીધો છે. BSNLએ હવે 1400GB અથવા 1.4TB ફેયર યુઝ પોલિસી (FUP) સાથે 100Mbps સ્પીડ સાથે નવો પ્લાન રજૂ કર્યો છે. ચેન્નાઈ સર્કલમાં કંપનીએ આ ફેરફાર કર્યા છે. BSNLએ જાન્યુઆરીમાં તેલંગાણા સર્કલની સાથે ચેન્નાઇમાં 200Mbps સ્પીડવાળો પ્લાન લોન્ચ કર્યો હતો.

  • BSNLએ લોન્ચ કર્યો જોરદાર પ્લાન
  • ગ્રાહકોને મળશે વધુ ડેટા અને કોલિંગનો લાભ

BSNLનો 100 એમબીપીએસ સ્પીડવાળો પ્લાન

નવા 100Mbps સ્પીડવાળા પ્લાનનું નામ BSNLએ 'Fibro Combo ULD 1999 CS 15' રાખ્યું છે. આ પ્લાનમાં યુઝર્સને 100 એમબીપીએસ સ્પીડ સાથે 1400 જીબી અથવા 1.4 ટીબી ડેટાનો લાભ મળશે. Fibro Combo ULD 1999 CS 15ની કિંમત 1,999 રૂપિયા છે. 1400 જીબી ડેટાની લિમિટ પછી સ્પીડ ઘટીને 2Mbps થઈ જશે. આ સિવાય બીએસએનએલ યુઝર્સ દેશભરના કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ પણ કરી શકે છે.

Fibro Combo ULD 1999 CS 15ને અગાઉ 200Mbps સ્પીડવાળા Fibro Combo ULD 1999 CS55 પ્લાનની કિંમત પર જ લોન્ચ કરવામાં આવ્યો છે. શુક્રવારે થયેલા આ ફેરફાર બાદ હવે બીએસએનએલએ ભારત ફાઈબરની સ્પીડની લિમિટ મહત્તમ 100Mbps કરી દીધી છે. 

BSNLનો 33 જીબીનો પ્લાન

BSNLના 33 જીબી પ્લાનની કિંમત પણ 1,999 રૂપિયા છે. પરંતુ અંદમાન નિકોબાર ટાપુઓ માટે આ કિંમત નથી. BSNL 33 જીબી પ્લાનમાં દરરોજ 33 જીબી ડેટાનો ઉપયોગ કરી શકાય છે અને 100 એમબીપીએસની સ્પીડ મળે છે. 33 જીબી લિમિટ બાદ સ્પીડ ઘટીને 4Mbps થઈ જાય છે. 

કર્ણાટકમાં BSNL 1,999 રૂપિયામાં Fibro Combo ULD 1999 CS311 પ્લાન ઓફર કરે છે. આ પ્લાનમાં 150 એમબીપીએસ સ્પીડ સાથે 1500 જીબી અથવા 1.5 ટીબી ડેટા આપવામાં આવે છે. ભારત ફાઇબર સર્વિસ સૌ પ્રથમ તામિલનાડુ, ચેન્નાઈ, કોઈમ્બતુર, મદુરાઇ, પોલાચી, ત્રાઈચી અને વેલ્લૂરમાં લોન્ચ કરવામાં આવી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

200mbps Plan BSNL Best Plan New 100 Mbps Plan Unlimited calling bharat fiber service data launches Best Offer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ