બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / BSNL cut the connection of rahul gandhi waynad offices phone number and internet facility
Vaidehi
Last Updated: 06:07 PM, 7 April 2023
ADVERTISEMENT
રાહુલ ગાંધીની સંસદીય સદસ્યતા ગયાં બાદ હવે વાયનાડ સ્થિત ઓફિસનો ફોન નંબર પણ ડિસ્કનેક્ટ કરી દેવામાં આવ્યો છે. તેમના ઓફિસમાં લાગેલ ઈન્ટરનેટ કનેક્શન પણ કાપી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહી bsnl તરફથી કરવામાં આવી છે. આ કાર્યવાહી એ સમયે કરવામાં આવી છે જ્યારે રાહુલ ગાંધી પોતાના લોકસભા ક્ષેત્રમાં જવાની યોજના બનાવી રહ્યાં છે. જાણાકારી સામે આવી છે કે રાહુલ 11 એપ્રિલનાં વાયનાડ જવાનાં છે.
ફોન નંબર અને ઈન્ટરનેટ સેવા ઠપ
રાહુલ ગાંધીની ઓફિસનો નંબર 04936 209988 અને ઈન્ટરનેટ કનેક્શન ગુરુવારની સાંજે કાપી દેવામાં આવ્યો છે. માહિતી અનુસાર આ કનેક્શન સરકારની તરફથી સાંસદોને ફ્રીમાં આપવામાં આવે છે. રાહુલ ગાંધીની જે ઓફિસ પર આ કાર્યવાહી કરવામાં આવી છે તે કેનાટીનાં કેલપેટ્ટામાં સ્થિત છે.
ADVERTISEMENT
#Kerala : Internet and phone connection of @RahulGandhi #wayanad office disconnected by BSNL @CNNnews18
— Neethu Reghukumar (@Neethureghu) April 6, 2023
બંગલો પણ કરવો પડ્યો ખાલી
રાહુલ ગાંધીએ હાલમાં જ નવી દિલ્હી સ્થિત તુગલક લેન બંગલો ખાલી કર્યો છે. તેમની સંસદીય સદસ્યતા પૂર્ણ થયા બાદ લોકસભા સચિવાલયે તેમને આ બંગલો ખાલી કરવા માટે કહ્યું હતું.
દિલ્હીનાં ડાયરેક્શન પર કરવામાં આવી કાર્યવાહી
કેલપટ્ટામાં bsnlનાં અધિકારીએ જણાવ્યું કે આ કાર્યવાહી દિલ્હી ઓફિસમાંથી મળેલા આદેશો અનુસાર કરવામાં આવી છે. bsnlની કાર્યવાહી બાદ સંસદ ઓફિસનું કામકાજ ઠપ થઈ ગયું છે. માહિતી અનુસાર રાહુલ ગાંધી 11 એપ્રિલનાં રોજ વાયનાડ પહોંચવાનાં છે. આ દરમિયાન તે 'જય ભારત સત્યાગ્રહ'માં જોડાશે જેમાં તે વિરોધ પ્રદર્શન કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT