બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / BSNLનો 399 રૂપિયામાં સૌથી સસ્તો બ્રોડબેન્ડ પ્લાન, નવા કનેક્શન સાથે 1 મહિનો ફ્રી સર્વિસ

ટેક ટિપ્સ / BSNLનો 399 રૂપિયામાં સૌથી સસ્તો બ્રોડબેન્ડ પ્લાન, નવા કનેક્શન સાથે 1 મહિનો ફ્રી સર્વિસ

Last Updated: 11:52 PM, 15 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે પણ બ્રોડબેન્ડ વાઇ-ફાય લાગવવાનું વિચારી રહ્યા છો. તો BSNL બ્રોડબેન્ડ આપી રહ્યું છે પૂરો એક મહિનો તદ્દન ફ્રી.. આ સિવાય સૌથી સસ્તા પ્લાન્સ. તો ચાલો આ પ્લાન્સ પર એક નજર મારીએ

આ આધુનિક યુગમાં દરેક વ્યક્તિઓ સ્માર્ટફોનનો ઉપયોગ કરતાં હોય છે. એટલું જ નહીં, પણ દરેક ઘરે જેટલા સભ્યો હોય તેટલા અથવા તેના કરતાં પણ વધારે સ્માર્ટફોન હોય છે. જેમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે દરેકમાં રિચાર્જ કારવવાની જરૂર પડતી હોય છે. એટલા માટે ઘણા લોકો બ્રોડબેન્ડ વાઇ-ફાય કનેક્શન લગાવવાનું વિચારતા હોય છે. પરતું કઈ કંપની ઓછી કિંમતમાં સારો પ્લાન આપે છે તે શોધતા હોય છે. એવામાં અત્યારે માર્કેટમાં Jio Fibre અને Airtel Xstream Broadband Plans ખૂબ પોપ્યુલર છે, આ સાથે જ BSNL પણ પાછડ નથી, બંને કંપનીઓને બરાબર ટક્કર આપે છે.

recharge

કંપનીઓ ત્યારે લોકોને આકર્ષવા માટે સારી-સારી ઑફર્સ આપતી હોય છે. જેમાં BSNLએ પણ પોતાની બ્રોડબેન્ડ સર્વિસ BSNL Bharat Fibre એ લોકોને જબરદસ્ત ઓફર આપી રહી છે. આ ઓફર Jio અને Airtel બંનેની ચિંતા વધારે છે. તો ચાલો આ ઓફર વિશે વિગતે માહિતી મેળવીએ.

BSNL એ પોતાના ઓફિશિયલ X અકાઉન્ટ પર પોસ્ટ શેયર કરી છે. આ પોસ્ટમાં જણાય છે કે કંપની ભારત ફાઈબર બ્રોડબેન્ડ કનેક્શન પર એક મહિનો ફ્રી સર્વિસ આપી રહી છે. આ સિવાય પણ 499 રૂપિયામાં મળતો પ્લાન શરૂઆતના 3 મહિના માટે ફક્ત 399 રૂપિયામાં મળશે પછીથી 499 રૂપિયા ચૂકવવા પડશે. એટલે ત્રણ મહિનાના 300 રૂપિયા બચે છે. BSNL ના બ્રોડબેન્ડ પર સીધો જ 300 રૂપિયાનો ફાયદો અને 1 મહિનો તદ્દન ફ્રી આ સોદો ફાયદાકારક છે. એટલું જ નહીં યુજર્સને 3300GB સુધી 60Mbps સુધીની હાઇ સ્પીડ મળે છે. પરંતુ 3300GB પૂરું થાય પછી 4Mbps કરી આપવામાં આવશે. આ પ્લાન સાથે 18% GSTનો અલગથી ચાર્જ ભરવો પડે છે.

PROMOTIONAL 13

BSNL 499 Plan Details

BSNLના 499 રૂપિયાવાળા આ પ્લાનમાં યુઝર્સને 60Mbps સ્પીડ સાથે 3300GB ડેટા, અનલિમિટેડ ડેટા ડાઉનલોડ સાથે કોઈ પણ નેટવર્ક પર લોકલ અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગનો ફાયદો મળે છે.

JioFibre 399 Plan Details

રિલાયન્સ Jio ના આ પ્લાનમાં 30Mbps સ્પીડ સાથે અનલિમિટેડ હાઇ સ્પીડ ડેટા, ફ્રી અનલિમિટેડ કોલિંગ, 30 દિવસની વેલીડિટી મળે છે, આ પ્લાનમાં પણ 3300GB ની એફયુપી લિમિટ છે.

વધુ વાંચો: હવે ફર્જી કૉલથી મળશે છૂટકારો, સરકારે અપનાવ્યું સખ્ત વલણ, જુઓ TRAIએ શું નિર્દેશ આપ્યાં

Airtel 499 Plan Details

499 સાથે આવતા Airtel ના બ્રોડબેન્ડમાં 40 Mbps સ્પીડની સાથે અનલિમિટેડ ડેટા અપવાં આવે છે, પરંતુ આ પ્લાન પણ 3300ની એફયુપી લિમિટ સાથે આવે છે. આ સિવાય કોઈ પણ નેટવર્ક પર ફ્રી અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે.

આ ત્રણેય કંપનીના પ્લાનની કિંમત સિવાય અલગથી 18% GSTનો ચાર્જ લાગે છે.

સંકળાયેલા મુદ્દાઓ

BSNL Jio Broadband Plans
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ