બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Technology / ટેક અને ઓટો / BSNL IS BACK: સસ્તા પ્લાન સાથે કરોડો ગ્રાહકોને આપી મોટી ભેટ, એક લાખના ઈનામની જાહેરાત

બિઝનેસ / BSNL IS BACK: સસ્તા પ્લાન સાથે કરોડો ગ્રાહકોને આપી મોટી ભેટ, એક લાખના ઈનામની જાહેરાત

Last Updated: 08:19 PM, 19 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BSNL તેના ગ્રાહકોને વધારે ખુશ રાખવા અને વધારે ગ્રાહકોને જોડવા માટે વિવિધ ઓફરો લઈને આવતી હોય છે. ત્યારે હાલમાં BSNL સિલેક્ટેડ સ્પેશિયલ ટેરિફ વાઉચર (STV) સાથે રૂપિયા 1 લાખ સુધીનું ઇનામ આપી રહી છે.

સરકારી ટેલિકોમ કંપની BSNL તેના ગ્રાહકોને ખુશ કરવા અને તેમની સાથે જોડી રાખવા માટે યુઝર્સને મોટી ભેટ સોગાદો આપી રહી છે. જેમા બીએસએનએલ સિલેક્ટેડ સ્પેશિયલ ટેરિફ વાઉચર (STV) ની સાથે 1 લાખ રૂપિયાનું ઇનામ આપી રહી છે. BSNL પ્રીપેડ મોબાઈલ ગ્રાહક આ માટે એસટીવીથી રિચાર્જ કરી શકે છે. BSNL એ જણાવ્યુ હતુ કે તેઓ ગ્રાહકોને દરમહિને 1 લાખ રૂપિયાનું ઇનામ આપશે. આ ઇનામ એ ગ્રાહકોને મળશે જે લોકો જિંગ એપનો ઉપયોગ કરી રહ્યા છે.

1 લાખ રૂપિયાનું ઇનામ આપી રહ્યુ છે BSNL

BSNL એસટીવી થી રીચાર્જ કરતાં ગ્રાહકોને 1 લાખ રૂપિયાનું ઇનામ આપશે. આ એસટીવી 118 રૂપિયા, 153 રૂપિયા, 199 રૂપિયા, 347 રૂપિયા, 599 રૂપિયા, 997 રૂપિયા, 1999 રૂપિયા, અને 2399 રૂપિયા છે.આ પ્લાનથી રિચાર્જ કર્યા બાદ ગ્રાહકોએ તેમના મોબાઈલ પર જીંગ એપ ડાઉનલોડ કરવાની રહેશે. જે બાદ જો તમારું નસીબ ચમક્યુ તો આ ઇનામ જીતી શકશો.

બીએસએનએલનો આ પ્લાન નવા ગ્રાહકો જોડવા, જુના ગ્રાહકોને ફરી પાછા લાવવા અને જોડાયેલ ગ્રાહકોને વધારે ફાયદા આપવા માટે આ પ્રકારની પ્રમોશનલ ઓફરો આપી રહી છે. જો તમે BSNL ના ગ્રાહક નથી તો ફ્રીમાં નવું સિમ કાર્ડ ખરીદી શકશો. ઉપરાંત કંપનીએ ફ્રીમાં 4 કાર્ડ આપવાની જાહેરાત પણ કરી છે.

વધુ વાંચો : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં Q1 રિઝલ્ટ પહેલા ઘટાડો, અત્યારે શેર ખરીદાય? એક્સપર્ટની સલાહ કામની

BSNL ના રિચાર્જ પ્લાનની કિંમત દેશના તમામ ટેલીકોમ ઓપરેટરોની તુલનાએ સૌથી ઓછા છે. જોકે હાઇ સ્પીડ નેટવર્કની કમીના કારણે BSNL પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓને ટક્કર નથી આપી શકતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BSNL BSNL OFFER BSNL Recharge Plans
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ