બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / bsf recovered abandoned pakistani fishing boats in creek of kutch

એલર્ટ / 'હરામી નાળા' ખાતેથી 2 પાકિસ્તાની બોટ મળી, BSF દ્વારા હાથ ધરાઇ તપાસ

Kavan

Last Updated: 07:50 PM, 24 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોર્ડર સિક્યુરિટી ફોર્સને કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક માછીમારીની બે ખાલી બોટ મળી આવી છે. પાકિસ્તાનની આ ફિશિંગ બોટ મળવાને લીધે સનસનાટી ફેલાઇ છે. આ બોટ કચ્છના 'હરામી નાળા' નજીકથી મળી આવ્યા બાદ બીએસએફ દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.

નોંધનીય છે કે,આ નૌકાઓમાંથી કોઈ શંકાસ્પદ સામાન મળી આવ્યો નથી. તેમ છતાં, સુરક્ષા એજન્સીઓ દ્વારા આતંકવાદી હુમલાના ઇનપુટ મળ્યા બાદ આસપાસના કેટલાક વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. 

એક એન્જિનવાળી બોટ

બીએસએફ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, શનિવારે સવારે લગભગ સાંજે 6.30 વાગ્યે બીએસએફની પેટ્રોલિંગ ટીમને કચ્છના 'હરામી નાળા' માં એક એંજિનવાળી બે ખાલી માછીમારી બોટ મળી આવી હતી. 

જોકે, પકડાયેલી ફિશિંગ બોટમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. 'હરામી નાળા' કચ્છના અખાતમાં એક છીછરા પાણીનો વિસ્તાર છે, જ્યાંથી પાકિસ્તાની ફિશિંગ બોટ મળી આવી છે. ચાલુ વર્ષના મે મહિનામાં પણ બીએસએફને આ સ્થળ પરથી ફિશિંગ બોટ મળી હતી. જોકે, બોટમાં સવાર માછીમારો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

રાજ્યભરમાં એલર્ટ

ગુજરાતમાં ATSએ આતંકી હુમલાની આશંકાના લઈને રાજ્યભરની પોલીસને એલર્ટ કરવામાં આવી છે. આતંકીઓની ગતિવિધિને લઈને રાજ્યમાં તમામ ચેકપોસ્ટ પર પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યુ છે. હાલમાં પોલીસ આંતરરાજ્ય બોર્ડર પર ચેકિંગ કરી રહી છે.

ગુજરાતમાં આતંકી હુમલાના અલર્ટને કચ્છની સરહદો પર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. સાથે જ આંતરરાજ્ય ચેકપોસ્ટ પર ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. જ્યારે બોર્ડર પર સ્થાનિક પોલીસ અને SRPના હથિયાર બંધ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે જાહેર સ્થળો પર પોલીસ વોચ રાખી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

BSF Fishing Boats abandoned creek of Kutch pakistani alert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ