બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / brother fight in holi festival killed yonger brother in jetpur
Gayatri
Last Updated: 08:34 AM, 29 March 2021
ADVERTISEMENT
જેતપુરમાં હોળીના દિવસે મોટાભાઈએ નાનાભાઈની હત્યા કરી છે. મોટાભાઈ સિકંદરે ફૂલોના હારના દોરા કાપવામાં વપરાતી કાતરનો નાનાભાઈ હારુનની છાતીના ભાગે ઘા માર્યો હતો. જેથી હારુનની છાતીમાંથી લોહીના ફુવારા છૂટ્યા હતા અને તે ઢળી પડ્યો હતો.
મોટાભાઈને હાથે નાના ભાઈનું ખૂન
ADVERTISEMENT
ગઈકાલે હોળી પ્રગટાવવાના સમયે સમી સાંજના સમયે સ્ટેન્ડ ચોક વિસ્તાર કે જ્યાં ફૂલોની બઝાર આવેલ છે ત્યાં તેમના વ્યવસાય પર જ બંને ભાઈઓ વચ્ચે માથાકૂટ થઈ જેમાં ફૂલોના હારના દોરા કાપવામાં વપરાતી કાતર મોટાભાઈના હાથમાં આવી ગઈ અને બંને વચ્ચે થયેલ ઝપાઝપીમાં મોટાભાઈ સિકંદરથી નાનાભાઈ હારુનની છાતીના ભાગે એક ઘા લાગી જતા હારુનની છાતીના ભાગેથી લોહીનો ફૂવારો થયો હતો અને જોત જોતામાં તેનું મોત થઈ ગયુ હતુ.
કોણ છે બે ભાઈ?
સ્ટેન્ડ ચોક વિસ્તાર વિસ્તારમાં વર્ષોથી ફૂલોનો વ્યવસાય કરતા કાસમભાઈ શેખના પુત્રો સિકંદર અને હારુન વચ્ચે ઘણા સમયથી સામાન્ય માથાકૂટ થતી રહેતી. આ માથાકૂટને કારણે તેમના પિતાએ નાના પુત્રને થોડો સમય બહારગામ પણ મોકલી દીધો હતો. થોડો સમય રહી ફરી અહીં પરત આવી ગયો હતો. નશા તેમજ મારામારીના આદિ આ બંને ભાઈઓ વચ્ચે ફરી નાની તકરાર થતી રહેતી જેથી તેઓના પિતા બંનેથી કંટાળી ગયા હતાં અને પોલીસને પુત્રોને પકડવા માટે સામેથી ફોન પણ કરતા અને પોલીસે પણ બંને ભાઈઓ ઉપર મારામારી, પ્રોહીબિશનના અનેક ગુન્હાઓ નોંધ્યા હતાં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.