જાણીતા લેખક અને એડિટર નિકોલસ વેડે એક વાર ફરી ચીન પર સવાલ ઉભા કર્યા છે.
નિકોલસ વેડે એક વાર ફરી ચીન પર સવાલ ઉભા કર્યા
વુહાનની લેબમાં કોરોના વાયરસથી માનવ કોશિકાઓ સંક્રમિત કરવાના પ્રયોગ થઈ રહ્યા હતા
એક લેખમાં સાર્સ કોવિડ 2ની ઉત્પત્તિને લઈને સવાલ ઉભા કર્યા
નિકોલસ વેડે એક વાર ફરી ચીન પર સવાલ ઉભા કર્યા
ગત વર્ષની શરુઆતમાં ચીનના વુહાનમાંથી ફેલાયેલા કોરોનાએ દુનિયાભરમાં કહેર વર્તાયો છે. તેની ઉત્પત્તિ પર વૈશ્વિક ચર્ચા જારી છે. દર આંતરા દિવસે કોઈને કોઈ તેની ઉત્પત્તિની વાત કરે છે. હવે બ્રિટનના વિજ્ઞાન સંબંધી મામલા પર લખનારા જાણીતા લેખક અને એડિટર નિકોલસ વેડે એક વાર ફરી ચીન પર સવાલ ઉભા કર્યા છે. તેમણે કહ્યુ છે કે વુહાનના વાયરોલોજી ઈન્સ્ટિટ્યૂટમાં રિસર્ચ સ્કોલર્સ કોરોના વાયરસથી માનવ કોશિકાઓ અને ઉંદરના સંક્રમિત કરવાને લઈને પ્રયોગ કરી રહ્યા હતા. શક્ય છે કે માણસોમા કોરોના અહીં થી જ ફેલાયો હોય.
એક લેખમાં સાર્સ કોવિડ 2ની ઉત્પત્તિને લઈને સવાલ ઉભા કર્યા
નિકોલસ વેડે બુલેટિન ઓફ ધ એટોમિક સાયન્ટિસ્ટમાં લખેલા એક લેખમાં સાર્સ કોવિડ 2ની ઉત્પત્તિને લઈને સવાલ ઉભા કર્યા છે. વેડનું કહેવું છે કે પુરાવા આ આશંકાને પાક્કી બનાવે છે કે આ વાયરસ એક પ્રયોગશાળામાં પેદા કરવામાં આવ્યો છે. જ્યાંથી તે ફેલાયો છે. જો કે તેમણે એમ પણ કહ્યુ છે કે આ વાતની ખરાઈ કરવા માટે પુરતા પુરાવા નથી. તેમણે કહ્યું કે વુહાનની વાયરોલોજી ઈન્ટિટ્યૂટ કોરોના વાયરસ અનુસંધાનનું મુખ્ય કેન્દ્ર છે. અહીં રિસર્ચ સ્કોલર માનવ કોશિકાઓ પર હુમલાને લઈને ચામાચિડીયા સંબંધી કોરોના વાયરસ બનાવી રહ્યા હતા.
ટોપના વૈજ્ઞાનિકોએ પણ લેબ લીક થીયરીને નકારી નથી
કેટલાક દિવસો પહેલા દુનિયાના મુખ્ય વૈજ્ઞાનિકોના એક સમૂહે પણ કહ્ય કે વાયરસની ચીનની લેબમાંથી લીક થયાની થીયરીને નકારી ન શકાય. જ્યાં સુધી ડેટા આધારિત ગહન તપાસના આધાર પર આને નકારી ન શકાય વૈજ્ઞાનિકોએ એમ પણ કહ્યું કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા કોરોના વાયરસ સંક્રમણની ઉત્પત્તિ અને ફેલાવા અંગે વુહાનમાં કરવામાં આવેલી તપાસમાં તમામ પાસાઓનું ધ્યાન નથી રાખવામાં આવ્યુ. સાથે તે લેબથી વાયરસ લીક થવાની થીયરીને તપાસના લાયક પણ નથી સમવામાં આવી.
ટ્રમ્પે કહ્યો હતો ચીની વાયરસ
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની ઉત્તપત્તિને લઈને ગત વર્ષથી સતત ચર્ચા ચાલુ છે. પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત સાર્વજનિક મંચોથી કોરોનાને ચીની વાયરસ કહેતા આવ્યા છે. આ વાતને અને બન્ને દેશઓની વચ્ચે નિવેદનબાજી પણ થઈ હતી.