બ્રેકિંગ ન્યુઝ
Malay
Last Updated: 02:31 PM, 24 October 2022
ADVERTISEMENT
યુક્રેન પર હુમલો કરવા માટે રશિયન સેના હજી પણ ઈરાની ડ્રોનનો ઉપયોગ કરી રહી છે. આ દાવો બ્રિટને તેના એક રિપોર્ટમાં કર્યો છે. યુક્રેન યુદ્ધને લઈને તેના તાજેતરના આંકડા જાહેર કરતા યુનાઇટેડ કિંગડમે સોમવારે કહ્યું કે, રશિયા ક્રેમલિન ઈરાની નિર્મિત શાહેદ - 136 માનવરહિત એરિયલ વાહનો (unmanned aerial vehicles- UAV)નો ઉપયોગ યુક્રેનની અંદરના લક્ષ્યો પર હુમલો કરવા માટે કરી રહ્યું છે.
ADVERTISEMENT
શાહેદ - 136 ડ્રોન ધીમાં છે અને ઘોંઘાટ વધુ કરે છેઃ મંત્રાલય
યુકેના રક્ષા મંત્રાલયે એક ટ્વીટમાં કહ્યું કે, 'જોકે, શાહેદ - 136 યુએવીને હરાવવાના યુક્રેનના પ્રયાસો વધુને વધુ સફળ થઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સહિત સત્તાવાર સૂત્રોનો દાવો છે કે 85 ટકા હુમલાઓને રોકવામાં આવી રહ્યા છે.' મંત્રાલયે કહ્યું કે, શાહેદ - 136 ડ્રોન ધીમા છે, ઘોંઘાટ કરે છે અને ઓછી ઉંચાઈ પર ઉડે છે.
17 ઓક્ટોબરે પ્રથમ વખત કરાયો હતો ઉપયોગ
યુક્રેનની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને "ખૂબ જ અસરકારક" ગણાવતા બ્રિટિશ રક્ષા મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, મોસ્કો આ ડ્રોનોનો ઉપયોગ રશિયા નર્મિત લાંબા અંતરના સટીક હથિયારોના વિકલ્પ તરીકે કરી રહ્યું છે. કારણ કે રશિયન હથિયારો હવે ખતમ થઈ રહ્યા છે. શાહેદ-136 UAVને કેટલીકવાર 'કેમિકેઝ' ડ્રોન તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલી રહેલા યુદ્ધમાં, ક્રેમલિન દ્વારા પ્રથમ વખત 17 ઓક્ટોબરના રોજ કિવની વચ્ચે એક હુમલામાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
યુક્રેન 'ડર્ટી બોમ્બ' દ્વારા ઉશ્કેરવાની કરી રહ્યું છે તૈયારી: રશિયાના સંરક્ષણ વડા
યુક્રેન યુદ્ધમાં 'ડર્ટી બોમ્બ'નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રશિયાના તાજેતરના નિવેદનો આ તરફ ઈશારો કરી રહ્યા છે કે પુતિમ 'ડર્ટી બોમ્બ'થી ગભરાયેલા દેખાય છે. વાસ્તવમાં રશિયાના મતે 'ડર્ટી બોમ્બ' એ બીજું કંઈ નહીં પણ પરમાણુ હથિયાર ((radioactive equipment) છે. રશિયાના સંરક્ષણ વડાએ રવિવારે દાવો કર્યો હતો કે, યુક્રેન એક રેડિયોએક્ટિવ ઉપકરણનો ઉપયોગ કરી તેને ઉશ્કેરવાની તૈયારી કરી રહ્યું છે. તેમના આ દાવાથી મોસ્કો અને યુક્રેન વચ્ચે વધતો તણાવ પ્રદર્શિત થઈ રહ્યો છે. યુક્રેનના દક્ષિણ ભાગમાં આગળ વધતા યુક્રેનિયન સૈનિકોને રોકવા માટે રશિયા સંઘર્ષ કરી રહ્યું છે અને દરેક જગ્યાએ યુક્રેનિયન સેનાને રોકવા માટે રક્ષણાત્મક મોરચા બનાવી રહ્યું છે.
રશિયાના રક્ષા મંત્રીએ બ્રિટન, ફ્રાંસ અને તુર્કીના તેમના સમકક્ષોને કર્યા ફોન
રશિયાના રક્ષા મંત્રી સર્ગેઈ શોઇગુએ યુક્રેન દ્વારા ઉશ્કેરણીનો આરોપ બ્રિટન, ફ્રાંસ અને તુર્કીના તેમના સમકક્ષોને કરવામાં આવેલા ફોન કોલ્સમાં લગાવ્યો છે. તેમણે ત્રણ દિવસમાં કરવામાં આવેલા તેમના બીજા કોલમાં અમેરિકી રક્ષા મંત્રી લોયડ આસ્ટિન સાથે પણ વાતચીત કરી હતી, પરંતુ આ અંગે રશિયાની એક રિલીઝમાં એ જણાવવામાં આવ્યું નથી કે ડર્ટી બોમ્બનો ઉલ્લેખ તેમની સાથેની વાતચીતમાં કરવામાં આવ્યો હતો કે નહીં.
યુક્રેનિયન ઉશ્કેરણી અંગે વ્યક્ત કરી ચિંતા
'ડર્ટી બોમ્બ' એક એવું ઉપકરણ છે જે રેડિયોધર્મી પદાર્થો (radioactive substances)ને વેરવિખેર કરવા માટે વિસ્ફોટકોનો ઉપયોગ કરે છે. આ બોમ્બ પરમાણુ વિસ્ફોટ જેટલો વિનાશક નથી હોતો, પરંતુ તે રેડિયોધર્મી સંદૂષણ (radioactive contamination)થી મોટા વિસ્તારને પ્રદૂષિત કરી શકે છે. રશિયાના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે, શોઇગુએ એક "ડર્ટી બોમ્બ" સહિત સંભવિત યુક્રેનિયન ઉશ્કેરણી અંગે ચિંતા વ્યક્ત કરી છે.
યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકારે રશિયાના રક્ષા મંત્રીના દાવા ફગાવ્યા
બ્રિટને આ દાવાઓને સખત રીતે ફગાવી દીધા છે. બ્રિટિશના રક્ષા મંત્રાલયે કહ્યું છે કે, શોઇગુએ બ્રિટિશ રક્ષા મંત્રી બેન વોલેસની સાથે વાતચીતમાં આરોપ લગાવ્યો હતો કે, યુક્રેન પશ્ચિમી દેશોના ઈશારે આવું કરવાની યોજના બનાવી રહ્યું છે. મંત્રાલયે કહ્યું કે, રક્ષા મંત્રીએ યુક્રેન માટે બ્રિટન અને વ્યાપક આંતરરાષ્ટ્રીય સમર્થનનો પણ પુનરોચ્ચાર કર્યો અને તણાવ ઘટાડવાની ઈચ્છા વ્યક્ત કરી. યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર માયખૈલો પોડોલયાકે પણ રશિયાના રક્ષા મંત્રી શોઈગુના દાવાને ફગાવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
PM Modi US visit / PM મોદી વ્હાઇટ હાઉસ પહોંચ્યા, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઐતિહાસિક મુલાકાત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.