બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / UKના ફેમિલી વિઝાના નિયમમાં મોટો ફેરફાર, ભારતીયોને થશે સૌથી વધારે ફાયદો

NRI / UKના ફેમિલી વિઝાના નિયમમાં મોટો ફેરફાર, ભારતીયોને થશે સૌથી વધારે ફાયદો

Last Updated: 02:12 PM, 7 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટને પરિવારના સભ્યોને બ્રિટન લાવવા માટે જરૂરી આવક સીમા 31.16 લાખ રૂપિયાથી વધારીને 41.5 લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચી લીધો છે. જેથી ભારતીયોને મોટી રાહત મળી છે.

બ્રિટનમાં વસતા ભારતીયો માટે રાહતની વાત એ છે કે બ્રિટન સરકારે પરિવારના સભ્યોને બ્રિટન લાવવા માટે જરૂરી આવક સીમા વધારવાનો પ્રસ્તાવ પાછો લઈ લીધો છે. નવી લેબર પાર્ટીની સરકારે આ નિયમને કેન્સલ કરી દીધો છે, જેમાં બ્રિટનમાં પોતાની સાથે પરિવારના સભ્યોને લાવવા માટે અરજી કરનાર બ્રિટીશ નાગરિકો અને ઇમિગ્રન્ટ માટે આવક વાર્ષિક 41.5 લાખ રૂપિયા સુધી વધારવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. હાઉસ ઓફ કોમન્સને સંબોધિત કરતા યુકેના ગૃહ સચિવ યવેટ કૂપરે જાહેરાત કરી કે હાલ આવકની જે લિમિટ છે એ જ રહેશે. એમાં કોઈ વધારો કરવામાં અહીં આવે.

ઇમિગ્રેશન ઘટાડવા માટે પૂર્વ પ્રધાનમંત્રી ઋષિ સુનકની સરકાર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે બ્રિટનમાં કોઈની આવક 41.5 લાખથી વધુ હોય તો જ પરિવારને દેશમાં લાવી શકશે. ત્યારે હવે યુકેના હોમ સેક્રેટરી કૂપરે જાહેરાત કરી કે ફેમિલી વિઝા માટે અત્યારે જે લિમિટ છે એ જ યથાવત રહેશે, એટલે કે 31.16 લાખ રૂપિયાની લિમિટ રહેશે. બ્રિટન હાલમાં આઈટી અને એન્જિનિયરિંગ સેક્ટર પર ફોકસ કરી રહ્યું છે કે જેમાં તેને ભારત જેવો દેશો પર આધાર રાખવો પડે છે. જો નિયમ કડક કરી દે કે આવકની લિમિટ વધારી નાખે તો આ બંને સેક્ટરમાં ટેલેન્ટની અછત સર્જાઈ શકે છે.

PROMOTIONAL 12

ઋષિ સુનકની સરકારે ઇમિગ્રેશન ઘટાડવા માટે કડક નિયમો બનાવ્યા હતા અને એવું નક્કી કર્યું હતું કે કોઈ બ્રિટિશ નાગરિક પોતાના પરિવારને દેશમાં લાવવા માંગે તો તેની આવક ઓછામાં ઓછી 41.5 લાખ રૂપિયા હોવી જોઈએ. તો જ પોતાના પરિવારને બ્રિટન બોલાવી શકાય. આ નિયમોને કારણે ભારતીય સમુદાયમાં નારાજગી જોવા મળી હતી. કારણ કે ઓછી આવક ધરાવતા લોકો પોતાના પરિવારને બોલાવી શકતા ન હતા. સાથે જ જો બ્રિટનમાં માઈગ્રેશનના નિયમો કડક બને તો તેને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટના મામલે પણ નુકસાન જાય. બ્રિટનમાં દર વર્ષે લાખો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ આવે છે, જેઓ મોટી ટ્યુશન ફી ચુકવે છે, જેનાથી યુનિવર્સિટીને મોટી તગડી કમાણી થાય છે. સાથે જ આ સ્ટુડન્ટને લીધે બ્રિટનને શોર્ટ ટર્મ લેબર પણ મળી રહે છે. જો વિઝાના નિયમો કડક કરી દેવામાં આવે તો બ્રિટનને આવા ઘણા નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો: કેનેડામાં ભારતીયોનું ટેન્શન વધ્યું! ઈમિગ્રેશન મિનિસ્ટરે કરી નિયમો કડક બનાવવાની જાહેરાત

આનાથી ભારતીયોને શું લાભ થશે?

ફેમિલી વિઝા શ્રેણી માટે આવક મર્યાદામાં વધારો મુલતવી રાખવાનો નિર્ણય બ્રિટનમાં રહેતા ભારતીયોને તેમની આવક લિમિટ જાળવી રાખવામાં માટે આવકમાં નોંધપાત્ર વધારાનો માર સહન નહીં કરવો પડે. લઘુત્તમ આવકની જરૂરિયાત 31.16 લાખ રૂપિયા હોવાથી, પરિવારને બ્રિટન બોલાવવા માંગતા લોકો પરનો આર્થિક બોજ ઓછો થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Britain Family Visa Immigration
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ