બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / વિશ્વ / britain blood clot case raised again from astrazeneca second vaccine advised to 40 plus age group
Dharmishtha
Last Updated: 11:10 AM, 11 May 2021
ADVERTISEMENT
ઓક્સફર્ડ - એસ્ટ્રાજેનેકાની રસીના મામલામાં લોહીનો થક્કાને લઈને ચિંતા યથાવત છે. હાલમાં જ જોઈન્ટ કમિટી ઓન વેક્સિનેશન એન્ડ ઈમ્યૂનાઈજેશન (JCVI)ને બ્રિટનમાં 40થી ઓછી ઉંમરના લોકોને અન્ય કોઈ રસીના ડોઝ લેવાની સલાહ આપવામાં આવી છે. દેશમાં જલ્દી જ આ ઉંમરનાને રસી લગાવવામાં આવશે. જો કે આવું પહેલી વાર નથી જ્યારે કમિટીએ રસીને લઈને ભલામણ કરી છે. આ પહેલા પણ ગર્ભવતી મહિલાને લઈને એડવાઈઝરી જારી કરવામાં આવી હતી.
ઓક્સફોર્ડ - એસ્ટ્રાજેનેકાનો વધારે ફાયદો વયસ્કોમાં જોખમથી ઘણા વધારે
ADVERTISEMENT
સમાચાર એજન્સી રોયટર્સે ધ ડેલી ટેલીગ્રાફના હવાલાથી લખ્યુ છે કે ચેતવણીને ધ્યાનમાં રાખતા લોકોને ફાયઝર અથવા મોર્ડનાની રસી આપવાની વાત કરવામાં આવી છે. બ્રિટનના સ્વાસ્થ્ય વિભાગના પ્રવક્તાએ ગુરુવારે કહ્યુ કે JCVI અને દાવા નિયામક MHRAનો હજું પણ એવો મત છે. ઓક્સફોર્ડ - એસ્ટ્રાજેનેકાનો વધારે ફાયદો વયસ્કોમાં જોખમથી ઘણા વધારે છે. તેમણે જાણકારી આપી કે બ્રિટન જુલાઈના અંત સુધી તમામ વયસ્કોને રસી આપવાની રાહ પર છે.
લોકોને એસ્ટ્રાજેનેકાની રસીના સ્થાન પર બીજા વિકલ્પની સલાહ
એપ્રિલમાં JCVIએ 30 વર્ષથી ઓછી ઉંમરના લોકોને એસ્ટ્રાજેનેકાની રસીના સ્થાન પર બીજા વિકલ્પની સલાહ અપાઈ રહી હતી. સાથે બ્રિટનમાં ગર્ભવતી મહિલાઓને ફાઈઝર અથવા મોર્ડનાની રસી લગાવવાની વાત કહેવામાં આવી હતી. રોયટર્સમાં 7 મેના રોજ પ્રકાશિત રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નવા આંકડામાં બ્રિટનના દવા નિયામકે કહ્યુ છે કે દુર્લભ થક્કો અને પ્લેટલેટ સ્તરના પડવાના મામલા પ્રતિ 10 લાખ ડોઝમાં 10.5 હતા. જ્યારે અઠવાડિયા પહેલા આંકડા પ્રતિ 10 લાખ ડોઝ પર 9.3 હતા.
લોહીની થક્કાના મામલા પુરુષોની સરખામણીએ મહિલાઓમાં વધારે
નિયામકે ગુરુવારે કહ્યુ કે કેટલાક પુરાવા મળ્યા છે. જેમાં ખબર પડી છે કે એસ્ટ્રાજેનેકાની રસીમાં સામે આવેલા દુર્લભ લોહીની થક્કાના મામલા પુરુષોની સરખામણીએ મહિલાઓમાં વધારે છે. જો કે તેમણે એમ પણ કહ્યુ છે કે આ ફક્ત બહું સામાન્ય છે. વર્લ્ડોમીટરના જણાવ્યાનુંસાર બ્રિટનમાં અત્યાર સુધી કોરોનાથી 44 લાખ 37 હજાર 217 મામલા સામે આવ્યા છે. જેમાંથી 1 લાખ 27 હજાર 609 ના મોત થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.