બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / Mahamanthan / પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા એટલે દૂઝણાં ઢોરને છોડી મૂકવા જેવું, શું સરકાર થશે તૈયાર?

મહામંથન / પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા એટલે દૂઝણાં ઢોરને છોડી મૂકવા જેવું, શું સરકાર થશે તૈયાર?

Last Updated: 09:27 PM, 23 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા અંગે GST કાઉન્સિલની બેઠકમાં ચર્ચા થઈ છે. પેટ્રોલ-ડીઝલ GSTમાં લાવવાનો નિર્ણય રાજ્યો ઉપર છોડાયો હતો. રાજ્યોને એકમત થવા કેન્દ્રની અપીલ કરી છે. નાણામંત્રીએ કહ્યું રાજ્યો એકસમાન દર ઉપર સહમત થાય. સવાલ એ છે કે જનતાથી સસ્તું પેટ્રોલ-ડીઝલ હજુ કેટલું દૂર છે? રાજ્યો પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા સહમત થશે કે કેમ? પેટ્રોલ-ડીઝલ ઉપર GSTના સમાન દર માટે રાજ્યોની તૈયારી શું?

જ્યારે જ્યારે GST કાઉન્સિલની બેઠક થાય ત્યારે મોટેભાગે ચર્ચાના કેન્દ્રમાં પેટ્રોલ-ડીઝલ GST અંતર્ગત આવશે કે નહીં એ મુદ્દો જ હોય. આ વખતની GST કાઉન્સિલની બેઠકમાં નાણામંત્રીએ ફરી પેટ્રોલ-ડીઝલ GST અંતર્ગત આવે એવા સંકેત આપ્યા. જો કે આ વાત સંકેતથી આગળ વધતી નથી. કારણ કે પેટ્રોલ-ડીઝલને GST અંતર્ગત લાવવાનો નિર્ણય કેન્દ્ર સરકારે રાજ્યો ઉપર છોડ્યો છે. જો આવું કરવું હોય તો રાજ્યોએ પેટ્રોલ-ડીઝલ ઉપર એકસમાન દર લાગુ કરવા સહમત થવું પડે. રાજ્યોની પોતાની મુશ્કેલીઓ છે કારણ કે GST લાગુ થયા પછી રાજ્યોની આવકના સાધનમાં પેટ્રોલ-ડીઝલ અને દારૂ ઉપરનો કર જ છે. સરકાર રાજ્યો ઉપર ઢોળે છે અને એકંદરે રાજ્યો આ બાબતે મચક આપતા નથી એટલે છેલ્લું તારણ એવું જ નિકળે છે કે સામાન્ય માણસ માટે હજુ પણ સસ્તા પેટ્રોલ-ડીઝલની રાહ લંબાવાની જ છે.

 • પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા અંગે ફરી ચર્ચા
 • GST કાઉન્સિલની બેઠકમાં થઈ ચર્ચા
 • પેટ્રોલ-ડીઝલ GSTમાં લાવવાનો નિર્ણય રાજ્યો ઉપર છોડાયો

સરકારની તિજોરી ઉપરનું ભારણ ચોક્કસ મુદ્દો હોય જ શકે પરંતુ 140 કરોડની જનતામાંથી બહુધા વર્ગ જ્યારે પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ કરતો જ હોય તો તેના ફાયદાને અગ્રતાક્રમમાં આગળ મુકવો એ દરેક સરકારની નૈતિક ફરજ આવે છે. પેટ્રોલ-ડીઝલ GST અંતર્ગત આવે તો ભાવમાં ફાયદો ચોકક્સ થવાનો જ છે અને એ ફાયદો પણ નજીવો બિલકુલ નથી. જો એવુ નહીં થાય તો પછી જનસામાન્યએ બે-ચાર મહિનાના અંતરે અથવા તો કોઈ રાજ્યની કે પછી લોકસભાની ચૂંટણી આવતી હોય ત્યારે પેટ્રોલ-ડીઝલમાં એક કે બે રૂપિયાના ભાવ ઘટાડાથી સંતોષ માનવો પડે. તાજેતરમાં જ માર્ચ મહિનામાં એટલે કે ચૂંટણીના બરાબર પહેલા સરકારે પેટ્રોલ ડીઝલમાં લીટર દીઠ 2 રૂપિયાનો ભાવ ઘટાડ્યો હતો. કેન્દ્ર સરકાર મોટેભાગે રાજ્યો ઉપર વાત છોડી દે છે ત્યારે પેટ્રોલ-ડીઝલના મુદ્દે તમામ રાજ્યો અને કેન્દ્ર સરકાર એકમત કેમ થતા નથી?. સસ્તું-પેટ્રોલ ડીઝલ સામાન્ય માણસ માટે હજુ કેટલું દૂર છે?

 • સવાલ એ છે કે જનતાથી સસ્તું પેટ્રોલ-ડીઝલ હજુ કેટલું દૂર છે?
 • રાજ્યો પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા સહમત થશે કે કેમ?
 • પેટ્રોલ-ડીઝલ ઉપર GSTના સમાન દર માટે રાજ્યોની તૈયારી શું?

પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા અંગે GST કાઉન્સિલની બેઠકમાં ચર્ચા થઈ છે. પેટ્રોલ-ડીઝલ GSTમાં લાવવાનો નિર્ણય રાજ્યો ઉપર છોડાયો હતો. રાજ્યોને એકમત થવા કેન્દ્રની અપીલ કરી છે. નાણામંત્રીએ કહ્યું રાજ્યો એકસમાન દર ઉપર સહમત થાય. સવાલ એ છે કે જનતાથી સસ્તું પેટ્રોલ-ડીઝલ હજુ કેટલું દૂર છે? રાજ્યો પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા સહમત થશે કે કેમ? પેટ્રોલ-ડીઝલ ઉપર GSTના સમાન દર માટે રાજ્યોની તૈયારી શું?

 • કેન્દ્રએ માર્ચ 2024માં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડ્યા હતા
 • સરકારે પેટ્રોલ-ડીઝલમાં પ્રતિ લીટર 2 રૂપિયા ઘટાડ્યા હતા
 • સરકારે લોકસભા ચૂંટણી પહેલા જ આ ભાવ ઘટાડો કર્યો હતો
 • દિલ્લીના ઉદાહરણથી ગણિત સમજો

પેટ્રોલની મૂળ કિંમત

57.35

એક્સાઈઝ ડ્યુટી

19.9

પ્રતિ લીટર ડીલરનું કમિશન

3.87

કુલ કિંમત

81.12

દિલ્લીમાં લાગતો વેટ 19.4%

15.74

પેટ્રોલની કુલ કિંમત

96.86

 • દિલ્લીમાં GST લાગે તો નવું ગણિત

પેટ્રોલની મૂળ કિંમત

57.35

પ્રતિ લીટર ડીલરનું કમિશન

3.87

પેટ્રોલની કુલ કિંમત

61.22

GSTનો દર 28% લાગે તો

17.14

GST સાથે પેટ્રોલની કિંમત

78.36

 • સરકારે ક્યારે ઘટાડ્યા હતા ભાવ?

કેન્દ્રએ માર્ચ 2024માં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડ્યા હતા. સરકારે પેટ્રોલ-ડીઝલમાં પ્રતિ લીટર 2 રૂપિયા ઘટાડ્યા હતા. સરકારે લોકસભા ચૂંટણી પહેલા જ આ ભાવ ઘટાડો કર્યો હતો.

ભારતમાં પેટ્રોલનો સરેરાશ ભાવ

94/લીટર

 • ભારતમાં ડીઝલનો સરેરાશ ભાવ

87/લીટર

 • પેટ્રોલ-ડીઝલ GST અંતર્ગત આવશે?

આ છે મુશ્કેલીઓ

GST લાગુ થયા પછી રાજ્યોની આવકના સાધન મર્યાદિત છે. રાજ્ય સરકાર પેટ્રોલ-ડીઝલ પર VAT અને દારૂ ઉપર કર વસૂલે છે. હાલ રાજ્ય સરકારની આવકના બીજા ખાસ સ્ત્રોત નથી. પેટ્રોલ-ડીઝલ GST અંતર્ગત આવે તો રાજ્યોની આવકનો સ્ત્રોત ઘટે. રાજ્યો એકસમાન દર લાગુ કરે એવી શક્યતા હાલ ઓછી છે.

સંકળાયેલા મુદ્દાઓ

GST Council meeting Petrol-Diesel Mahamanthan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ