આજકાલ કન્યા લગ્ન દરમ્યાન સ્થળમાં એન્ટ્રી મેળવવા માટે ખૂબ સક્રિય જોવા મળી રહી છે. કન્યા પોતાની એન્ટ્રીને વધુ સારી બનાવવા માટે ગીતથી લઇને અન્ય ચીજ વસ્તુઓ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરે છે. આ જ કારણ છે કે તમે એવા ઘણા વીડિયો જોયા હશે, જેમાં કન્યાનું પોતાનુ મનપસંદ ગીત ના વાગતા અંદર જવાની ના પાડી દે છે.
કન્યાની નારાજગીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
કન્યાને પોતાનું મનપસંદ ગીત ના મળતા લગ્ન સ્થળની અંદર જવાનો ઈન્કાર કર્યો
મોબાઈલમાં મનપસંદ ગીત ના મળતા કન્યા થઈ નારાજ
કન્યાને મનપસંદ ગીત મળતુ નથી
એન્ટ્રી લઇને કન્યાની નારાજગીનો આવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં કન્યા પોતાની એન્ટ્રી માટે પોતાનુ મનપસંદ ગીત શોધી રહી છે અને ગીત ના મળતા તે ખૂબ નારાજ અને પરેશાન દેખાય છે. આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. આ વાયરલ વીડિયોમાં એક કન્યા અને તેની સાથે તેની બહેનપણીઓ જોવા મળી રહી છે. બધી બહેનપણીઓ લગ્ન સ્થળની બહાર ઉભી રહી છે અને મોબાઈલમાં કોઈ વસ્તુ શોધી રહી છે. ખરેખર, દરેક બહેનપણી પોતપોતાના મોબાઈલમાં કન્યાના કહેવા પ્રમાણે એન્ટ્રી દરમ્યાન વગાડવા માટે સારું ગીત શોધી રહી છે. બહેનપણીઓ કન્યાને ઘણા ગીતો બતાવે છે, પરંતુ કન્યાને કોઈ ગીત પસંદ આવતા નથી. તે કહે છે કે જલ્દી-જલ્દી જો. કન્યા પોતાનો મોબાઈલ એક બહેનપણીને એવુ કહીને આપે છે કે આમાં ગીત મળતુ નથી. આ દરમ્યાન મોબાઈલમાં અલગ-અલગ ગીતો વાગી રહ્યાં છે. પરંતુ કન્યાને તેમાંથી એક પણ ગીત પસંદ આવતુ નથી. કન્યાની સાથે તેની બહેનપણીઓ પણ જોવા મળી રહી છે.
આ વીડિયો થોડી સેકન્ડનો છે. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સને આ ખૂબ પસંદ આવી રહ્યું છે. જેને લોકો ખૂબ લાઈક અને શેર કરી રહ્યાં છે. અત્યાર સુધી આ વીડિયોને અંદાજે 2 હજાર લોકોએ જોયો છે. લોકો તેના પર સારી કોમેન્ટ કરી રહ્યાં છે.