બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / BREAKING: Pankaj Kumar appointed Chief Secretary of the gujarat

મોટા સમાચાર / BIG BREAKING : ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની નિયુક્તિ, ફરી એકવાર VTVના અહેવાલ પર વાગી મહોર

Parth

Last Updated: 12:21 PM, 27 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની બ્યૂરોક્રસીને નવા બોસ મળી ગયા છે, મુકીમ બાદ હવે પંકજ કુમારનાં શિરે ગુજરાતનાં અમલદારશાહીની રહેશે જવાબદારી

  • - ગુજરાતને મળ્યા નવા મુખ્ય સચિવ
  • - પંકજ કુમારની નવા મુખ્ય સચિવ તરીકે થશે નિયુક્તિ
  • - અનિલ મુકિમ વયમર્યાદાને કારણે 31 ઓગસ્ટે થઈ રહ્યા છે નિવૃત
  • - પંકજ કુમાર 1986ની બેચના છે IAS

ગુજરાત રાજ્યને આગામી દિવસમાં નવા મુખ્ય સચિવ મળવા જઈ રહ્યા છે અને નવા મુખ્ય સચિવ તરીકે 1986ની બેચનાં IAS ઓફિસર પંકજ કુમારનાં નામ પર મહોર મારવામાં આવી છે. નોંધનીય છે કે 31મી ઓગસ્ટે રાજ્યનાં વર્તમાન મુખ્ય સચિવ મુકીમ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે પંકજ કુમાર આગળનો કાર્યભાર સંભાળશે. ખાસ વાત છે કે VTV Gujaratiએ આ સમાચાર પર પહેલા જ અહેવાલ આપ્યા હતા અને ફરી એક વાર VTV Gujaratiનાં અહેવાલ પર મહોર વાગી છે. 

VTVના અહેવાલ પર વાગી મહોર 

નોંધનીય છે કે VTV Gujarati હંમેશા પોતાના વાચકોને સચોટ અને સૌથી પહેલા સમાચાર આપવામાં ફરીવાર અગ્રેસર રહ્યું છે. ગુજરાતનાં મુખ્ય સચિવનાં નિવૃત્તિને લઈને VTVએ અનેક અહેવાલો આપ્યા જેમાં આગામી મુખ્ય સચિવને લઈને VTVએ આપેલ માહિતી પર ફરી મહોર વાગી. આમ VTV વાચકોનાં વિશ્વાસ પર ફરી ખરું ઉતર્યું છે. 

બ્યૂરોક્રસીનાં બોસ અનિલ મુકીમ 31 ઓગસ્ટે સેવાનિવૃત થઈ રહ્યાં છે
ગુજરાત સરકારમાં બ્યૂરોક્રસીનાં બોસ અનિલ મુકીમ હવે પોતાના પદ પરથી વિદાય લેવા જઈ રહ્યા છે. રાજ્યના ઈતિહાસમાં મુકીમ પહેલા એવા ચીફ સેક્રેટરી છે કે જેમને એક નહીં બે-બે વાર CSનાં પદે એક્સટેન્શન આપવામાં આવ્યું. મુકીમે વર્ષ 2019માં JN સિંઘ બાદ ચાર્જ સંભાળ્યો હતો અને તે બાદ તેઓ 2020માં જ ઓગસ્ટ મહિનામાં તેઓ નિવૃત્ત થવાના હતા, જોકે મુકીમ સરકારનાં ટોપ લીડર્સની ખૂબ જ નજીકના અધિકારી હોવાના કારણે તેમને બે વાર એક્સટેન્શન આપવામાં આવ્યું છે.

કોણ છે પંકજ કુમાર?
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો પદભાર પંકજ કુમાર સંભાળી રહ્યા છે.અનુભવ અને કામગીરીના આધાર પર CSની રેસમાં સૌથી આગળ પંકજ કુમારનું નામ ચાલી રહ્યું છે. તેમની જન્મ તારીખ 6 મે, 1962 છે જ્યારે 25 ઓગસ્ટ 1986થી IAS તરીકે જોડાયેલા છે.પંકજ કુમારે B.TEC, MBA, IIT મેનેજમેન્ટ કાનપુરથી કરેલું છે. પંકજ કુમારની કામગીરીથી વિજય રૂપાણી પ્રભાવિત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ