બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / સવારના નાસ્તાથી લઈને ડિનર સુધી ફોલો કરો આ ડાયટ પ્લાન, ફટાફટ ઘટશે તમારું વધેલું વજન

હેલ્થ / સવારના નાસ્તાથી લઈને ડિનર સુધી ફોલો કરો આ ડાયટ પ્લાન, ફટાફટ ઘટશે તમારું વધેલું વજન

Last Updated: 05:55 PM, 6 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Quick Diet Plan: જિદ્દી ચરબીથી છુટકારો મેળવવા માટે તમે આ ડાયેટ પ્લાન ફોલો કરી શકો છો જેનાથી તમે ખૂબ જ ઝડપથી તમારૂ વજન ઘટાડી શકો છો.

સ્થૂળતા આજના સમયે એક ગંભીર સમસ્યા બની ગઈ છે. જેનાથી મોટાભાગના લોકો પરેશાન છે. શરીરની જિદ્દી ચરબી તમને ફિઝિકલી અનફિટ બનાવે છે સાથે જ તમને ઘણી ગંભીર બીમારીઓનો શિકાર પણ બનાવી શકે છે.

Weight-Loss-02

જણાવી દઈએ કે હેલ્થ એક્સપર્ટ્સ ડાયાબિટીઝ, હૃદય રોગ, થાયરોઈડ, કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર વગેરે સમસ્યાઓની પાછળ સ્થૂળતાની શરૂઆત જ જવાબદાર હોય છે. એવામાં વજનનું સંતુલિત રહેવું જરૂરી છે.

તેના માટે તમારે નિયમિત રીતે એક્સરસાઈઝ અને હેલ્ધી ડાયેટ લેવી જરૂરી છે. એક્સરસાઈઝ અને હેલ્ધી ડાયેટ જ સ્થૂળતામાંથી છુટકારો મેળવવા માટેની એક માત્ર રીત છે. તેમાં મોટાભાગના લોકો ફિટ રહેવા માટે એક્સરસાઈઝ તો કરી લે છે પરંતુ ડાયેટને લઈને મોટાભાગે પાછળ રહી જાય છે. જો તમે પણ તેમાંથી એક છો તો આ ટિપ્સ તમને મદદ કરી શકે છે.

food

દિવસની શરૂઆત

દિવસની શરૂઆત એપ્પલ સાઈડર વિનેગરથી કરો. તેના માટે 5થી 10 MI એપ્પલ સાઈડર વિનેગરને એક ગ્લાસ હુફાળા પાણીમાં મિક્સ કરો અને ખાલી પેટે તેનું સેવન કરો.

બ્રેકફાસ્ટ

બ્રેકફાસ્ટ તમારા દિવસનું સૌથી જરૂરી મીલ છે. નાસ્તામાં પ્રોટીનથી ભરપૂર વસ્તુઓનું સેવન કરો. પ્રોટીન લાંબા સમય સુધી પેટ ફૂલ રાખે છે અને તમારૂ વજન સંતુલિત રાખે છે. તેનાથી અલગ નાસ્તામાં પ્રોટીન રિચ ફૂડ ખાવાથી તમને દિવભર શુગર ક્રેવિંગ પણ નહીં થાય.

food-31

લંચ

લંચમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને અન્ય પોષક તત્વોનું સંતુલિત આહાર લો. તેના માટે તમે બે મલ્ટીગ્રેન રોટલી સાથે, 1 બાઉલ દૂધી, ભિંડા, પરવર કે કારેલાનું શાક, 30 ગ્રામ સલાડ અને એક ગ્લાસ છાસ પી શકો છો. એક કટોરી ગાજર અને ખીરાના સલાડની સાથે પાલક પનીર પુલાવ અને છાસ લઈ શકો છો.

સ્નેક્સ

પોતાના લંચ ટાઈમ અને સ્નેક ટાઈમમાં 4 કલાકનો બ્રેક રાખો. સ્નેકમાં તમે ગ્રીન ટીની સાથે મખાના ખાઈ શકો છો.

weight-loss

વધુ વાંચો: ફેન્સને ઝટકો! હવે KGF 3 તો બનશે, પણ એક્ટર યશ નહીં હોય, તો કોણ કરશે ફિલ્મને લીડ

ડિનર

આ બધાથી અલગ તમે ડિનરને પણ હલ્કુ રાખો. તેના માટે તમે શાકભાજી કે સૂપ પી શકો છો. બાફેલા શાકભાજી ખાઈ શકો છો કે મગની દળની ખિચડી ખાઈ શકો છો. લાઈટ ડિનર લેવાથી તમારૂ ડાઈજેશન સારૂ રહેશે. જેનાથી ગેસ, એસિડીટી અને બ્લોટિંગની સમસ્યા ઓછી થશે. સાથે જ વજન પણ કંટ્રોલમાં રહેશે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Health News Weight Loss Quick Diet Plan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ