Brazilian Singer And Latin Grammy Winner Marilia Mendonca Dies In Plane Crash
દુ:ખદ /
ફેમસ સિંગરનું પ્લેન ક્રેશમાં માત્ર 26 વર્ષની વયે નિધન, દુર્ઘટના પહેલાનો વીડિયો થયો વાયરલ
Team VTV06:53 PM, 06 Nov 21
| Updated: 06:54 PM, 06 Nov 21
બ્રાઝિલની પ્રખ્યાત સિંગર મારિલિયા મેનડોકાનાં નિધનથી ચાહકોને ધ્રાસકો લાગ્યો છે, ફૂટબોલર નેમારે કહ્યું મને તો વિશ્વાસ જ નથી થઈ રહ્યો
લેટિન ગ્રેમી ઍવોર્ડ વિજેતા સિંગરનું નિધન
પ્લેન ક્રેશમાં મારિલિયાનું નિધન
દુર્ઘટના પહેલાંનો વીડિયો થયો વાયરલ
બ્રાઝિલની ખૂબ જ ફેમસ સિંગર અને Latin Grammy વિનર મારિલિયા મેન્ડોકા એક મ્યુઝિક કાર્યક્રમ જઈ રહી હતી ત્યારે જ રસ્તામાં પ્લેન ક્રેશ થઈ જવાથી નિધન થયું છે, મારિલિયા માત્ર 26 જ વર્ષની હતી અને હજુ તો કરિયરમાં ઘણું બધુ હાંસલ કરવાનું બાકી હતું. મારિલિયાના નિધનથી બ્રાઝિલમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર જોવા મળી રહી છે.
નોંધનીય છે કે મારિલિયાની ઓફિસ દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર વિમાન સવાર ચાર યાત્રીઓના મોત થયા છે. જોકે રાજ્યની પોલીસ દ્વારા આ દુર્ઘટના મામલે કારણની કોઈ જાણકારી આપવામાં આવી નથી. નોંધનીય છે કે મારિલિયાએ છેલ્લે એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમા તે વિમાનમાં જતી દેખાય છે અને તે પ્લેન પછી ઝરણાંની નીચે ક્રેશ થયેલું મળી આવ્યું હતું.
મારિલિયા પોતાના ગીતોમાં પણ નારીવાદી મુદ્દાઓ માટે ખૂબ જાણીતી હતી. પોતાના ગીતો દ્વારા જ મારિલિયા સ્ત્રી સશક્તિકરણ કરતી હતી. મારિલિયાના મોતના સમાચાર આવતા જ ચાહકોમાં નિરાશા ફેલાઈ ગઈ હતી. મારિલિયાના મિત્ર અને પ્રખ્યાત ફૂટબોલ પ્લેયર નેમારે ટ્વિટ કરીને કહ્યું કે મને વિશ્વાસ જ નથી થઈ રહ્યો. બ્રાઝિલની સરકારે પણ મારિલિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.