બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:53 AM, 10 August 2024
બ્રાઝિલમાં એક મોટી વિમાન દુર્ઘટના ઘટી છે. સ્થાનિક ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ શુક્રવારે 62 લોકોને લઈને જઈ રહેલું વિમાન ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 62 લોકોના મોતના અહેવાલ છે. ક્રેશ સાઇટની નજીકના સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે બ્રાઝિલના સાઓ પાઉલો નજીક 62 લોકોને લઈ જતું પ્રાદેશિક ટર્બોપ્રોપ પ્લેન ક્રેશ થઈ ગયું, જેમાં સવાર તમામ લોકોના મોત થઈ ગયા.
ADVERTISEMENT
વિન્હેડો નજીકના વૈલિનહોસ શહેરના અધિકારીઓએ જણાવ્યું કે કોઈ પણ જીવતું બચ્યું નથી અને સ્થાનિક કોન્ડોમિનિયમ કોમ્પ્લેક્સમાં એક મકાનને નુકસાન થયું છે. જો કે ઘરમાં કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી.
એરલાઈન વોપાસ લિન્હાસ એરિયાસ દ્વારા સંચાલિત, ATR-72 એરક્રાફ્ટ પરાના રાજ્યના કાસ્કેવેલથી સાઓ પાઉલોમાં ગુઆરુલહોસ જઈ રહ્યું હતું. સાઓ પાઉલોના સ્ટેટ ફાયર બ્રિગેડે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી કે વિન્હેડોમાં એક પ્લેન ક્રેશ થઈ ગયું અને સાત ક્રૂને ક્રેશ એરિયામાં મોકલ્યા.
ADVERTISEMENT
વિમાનમાં હતા 58 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર
એરલાઇન વોપાસે એક નિવેદનમાં પુષ્ટિ કરી છે કે સાઓ પાઉલોના ગુઆરુલહોસ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે ટેક ઓફ કરેલું વિમાન ક્રેશ થઈ ગયું, જેમાં 58 મુસાફરો અને ચાર ક્રૂ સભ્યો હતા. નિવેદનમાં દુર્ઘટનાનું કારણ જણાવ્યું નથી.
આ પણ વાંચો: વિચાર્યા કરતાં ખૂબ ગંભીર' સુનીતા વિલિયમ્સ પર નાસાનું નિવેદન, પરત ફરશે કે નહીં?
બ્રાઝિલના એક ટેલિવિઝન નેટવર્કે રહેણાંક વિસ્તારમાં આગ અને પ્લેનના એક ભાગમાંથી ધુમાડો નીકળતો હોવાના ફૂટેજ દર્શાવ્યા હતા. આ ફૂટેજમાં એક વિમાન ઝડપથી નીચે પડતું દેખાઈ રહ્યું છે. વીડિયોમાં પ્લેન વૃક્ષોવાળા વિસ્તારમાં પડતું દેખાઈ રહ્યું છે. આ પછી ધુમાડાના વાદળો ઉછળ્યા. દક્ષિણ બ્રાઝિલમાં એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ લુઈસ ઈનાસિયો લુલા દા સિલ્વાએ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને ત્યાં હાજર લોકોને ઊભા થઈને એક મિનિટનું મૌન પાળવા કહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી / અમેરિકાની ચૂંટણીમાં ભારતના 'નાચો નાચો'ની ધમાલ, કમલા હેરિસનો મજેદાર વીડિયો વાયરલ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.