બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / Brazil man fakes death, video trolled

વાયરલ / મરવાનું નાટક: જેની અંતિમયાત્રા હતી તેને સ્મશાનમાં જીવતો જોઈ લોકો ચોંક્યાં, માઇકમાં ભાષણ આપ્યું

Vaidehi

Last Updated: 06:19 PM, 28 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મરવાનું નાટક કરનારો વ્યક્તિ એ જાણવા ઈચ્છતો હતો કે તેની અંતિમ યાત્રામાં કોણ-કોણ આવે છે. પોતાના પરિવારજનો અને મિત્રોને પારખવા માટે તેણે પોતાની ફેક અંતિમ યાત્રા કરાવી હતી.

  • બ્રાઝીલનાં એક માણસે પોતાના મોતનું રચ્યું ઢોંગ
  • પોતાની જ અંતિમ યાત્રા પણ કઢાવી 
  • તેને જીવતો જોઈ લોકો ચોંકી ઊઠ્યાં

એક જીવતાં વ્યક્તિની અંતિમ યાત્રા કાઢવામાં આવી અને એ પણ તે વ્યક્તિની મરજીથી! આ વ્યક્તિ જાણવા ઈચ્છતો હતો કે તેના મર્યા બાદ કોણ-કોણ લોકો તેની અંતિમ યાત્રામાં જોડાય છે. પોતાના પરિવારજનો અને મિત્રોને પારખવા માટે તેણે પોતાની ફેક શવયાત્રા કઢાવી હતી. આ માણસનાં આવાં અવનવાં કૃત્યની લોકો સોશિયલ મીડિયા પર મજાક ઊડાવી રહ્યાં છે.

પોતાની મોતનું જ કર્યું ઢોંગ
એક રિપોર્ટ અનુસાર પોતાની મોતનું ખોટું ઢોંગ કરનારા આ માણસનું નામ બાલ્ટાજાર લેમોસ છે. 60 વર્ષીય લેમોસ બ્રાઝીલનાં કુર્તીબામાં રહે છે. તેમણે પહેલા તો પોતાના મોતની ખોટી ખબરો ફેલાવી અને ફેક અંતિમ યાત્રા પણ કઢાવી હતી. પરંતુ જ્યારે તે પોતાની જ અંતિમ યાત્રાનાં સમયે લોકોની સામે આવ્યાં ત્યારે લોકો ચોંકી ઊઠ્યાં. તેને લઈને લેમોસે કહ્યું કે હું માત્ર એટલું જ જાણવા ઈચ્છતો હતો કે કેટલા લોકો મારા મોત પર બહાર નિકળવાની તસ્દી લે છે...

લોકો કરી રહ્યાં છે આલોચના
જો કે લેમોસનાં આ કૃત્યની લોકો આલોચના કરી રહ્યાં છે. તેઓ કહી રહ્યાં છે કે આ કોઈ રીત નથી. કોઈની ભાવનાઓ સાથે રમવું ન જોઈએ. એક યૂઝરે કહ્યું કે લેમોસની આ હરકત તેમને ઘણી ખરાબ લાગી..તો અન્ય યૂઝરે કહ્યું કે તેમની મોતની ખબર સાંભળીને તેમને દુ:ખ થયું પણ જીવતો જોઈને ઝટકો લાગ્યો. લેમોસનાં કેટલાક મિત્રોએ કહ્યું કે તેને મારવાનું મન કરી રહ્યું છે.

FB એકાઉન્ટથી ઘોષણા કરાવી 
લેમોસે પોતાના FB એકાઉન્ટથી ઘોષણા કરાવી કે તેનું નિધન થઈ ગયું છે. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે લેમોસ આપણને છોડીની જતાં રહ્યાં છે. ત્યારબાદ અંતિમ યાત્રાનો સમય અને અન્ય માહિતી પણ આપી. છેલ્લે ફેસબુક પર અંતિમ સંસ્કારનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો. લેમોસ આ દરમિયાન એન્ટ્રી કરે છે. લેમોસને જીવતો જોઈને તમામ લોકો ચોંકી જાય છે. લેમોસે કહ્યું કે હું છેલ્લાં 2 વર્ષોમાં હજારો લોકોનાં અંતિમ સંસ્કારમાં શામેલ થયો છું. હું જાણવા ઈચ્છતો હતો કે મારા અંતિમ સંસ્કારમાં કોણ શામેલ થાય છે અને કોણ શોક મનાવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Brazil man fakes his death વાયરલ Brazil
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ