Thursday, July 18, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

નિર્ણય / ‘બ્રાન્ડિંગ ઑન વ્હીલ્સ’ : રેલવેના એન્જિન હવે કમાણીની ગાડી પણ ખેંચશે

‘બ્રાન્ડિંગ ઑન વ્હીલ્સ’ : રેલવેના એન્જિન હવે કમાણીની ગાડી પણ ખેંચશે

ટ્રેન અને માલગાડીને ખેંચનારું એન્જિન હવે રેલવે માટે કમાણીનું માધ્યમ પણ બનશે. આ માટે ન્જિનોને રંગબેરંગી જાહેરાતોથી રંગવાની પૂરી તૈયારી કરી લેવામાં આવી છે. તેનાથી કંપનીઓનો પ્રચાર થશે અને રેલવે વિભાગને કમાણી પણ થશે. આ યોજના અમલી બનાવવા માટે રેલવે બોર્ડે તમામ ઝોનને દિશાનિર્દેશ પણ જારી કરી દીધા છે. બહુ જલ્દી તમને રેલવેના પાટા પર આકર્ષક જાહેરાતોવાળા એન્જિન દોડતા દેખાશે.

અધિકારીઓનું કહેવું છે કે, પેસેન્જર ટ્રેનથી રેલવેને નફો થતો નથી, કેમ કે દરેક ટિકિટ પર ભારે ભરખમ સબસિડી આપવામાં આવે છે. પ્રવાસીઓ પાસેથી ટિકિટની વાસ્તવિક કિંમતની લગભગ 53 ટકા રકમ જ વસૂલવામાં આવે છે અને બાકીની 47 ટકા રકમનો બોજો રેલવે ઉઠાવે છે. આ કારણે સતત રેલવેનો નાણાકીય બોજ વધતો જાય છે. આ બોજને ઓછો કરવા માટે ટિકિટભાડાં સિવાયની કમાણી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રેલવે સ્ટેશનો અને રેલ પરિસરોની આસપાસ ખાલી પડેલી જમીનના વ્યાનસાયિક ઉપયોગને પ્રોત્સાહન આપવાની યોજના પણ શરૂ કરવામાં આવી છે. જાહેરખબર એ કમાણીનું શ્રેષ્ઠ માધ્યમ ગણાય છે અને આ દિશામાં વધુને વધુ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રેલવે સ્ટેશનો પર કંપનીઓના પ્રચાર માટે નાના-મોટા હોર્ડિંગ્સ અને પેઈન્ટિંગ તો જોવા મળે જ છે. આ ઉપરાંત ટ્રેનના કોચમાં પણ જાહેરાતો કરવામાં આવે છે. 

આપને જણાવી દઇએ કે, કેટલીક લોકલ ટ્રેનોથી લઈને લાંબા અંતરની ટ્રેનોના કોચના બહારના ભાગનો ઉપયોગ કંપનીઓ પોતાના પ્રચાર માટે કરે છે. જાહેરાતોના માધ્યમથી થતી કમાણી વધારવા માટે રેલવેએ ‘બ્રાન્ડિંગ ઑન વ્હીલ્સ’ યોજના શરૂ કરી છે, જેમાં માલગાડીઓના બહારના ભાગ પર પણ જાહેરાતો લગાવવામાં આવે છે.

આ સિવાય હવે નવતર પ્રયોગના ભાગરૂપે રેલવે એન્જિન પર પણ કંપનીઓ તેમની જાહેરાતો મૂકી શકશે. એન્જિન પર તેનો નંબર, લોકો શેડનું નામ, લોગો સહિતની અગત્યની માહિતી જોવામાં કોઈ સમસ્યા ઊભી ન થાય તે રીતે આ જાહેરાતો લગાવવામાં આવશે.
 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ