દરરોજ સવારે સ્નાન કરીને દિવસની શરૂઆત કરવી લોકોની સામાન્ય દિનચર્યા હોય છે. પરંતુ જો તમે ખોટી રીતે સ્નાન કરો છો તો તમને બ્રેઈન સ્ટ્રોકનો મોટો ખતરો થઈ શકે છે.
ઠંડીમાં આ કારણે થઈ શકે છે બ્રેઈન સ્ટ્રોક
નહાતી વખતે ધ્યાનમાં રાખો આ વસ્તુઓ
જાણો તેના વિશે દરેક માહિતી
દેશમાં પાછલા 1 મહિનાથી હાડથિજાવતી ઠંડીના કારણે બ્રેઈન સ્ટ્રોકના કેસ વધી ગયા છે. તેના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો છે. ડોક્ટરોએ જણાવ્યા અનુસાર બ્રેઈન સ્ટ્રોકના મોટા કારણમાંથી એક આપણું ખોટી રીતે નહાવવું પણ હોઈ શકે છે.
મગજ પર પડે છે અસર
ડોક્ટરોના જણાવ્યા અનુસાર હાલ ગગડતો પારો સીધો મગજ પર અસર કરે છે. ઘણા લોકો આવી ઠંડીમાં ઠંડા પાણીથી નહાય છે. એમાં પણ ઘણા લોકો નહાવવાનું શરૂ કરતાની સાથે જ સીધુ માથા પર પાણી નાખે છે. માથા પર સીધુ પાણી પડવાના કારણે બ્રેઈન સ્ટ્રોક અથવા તો માથાની નસ ફાટવાનું જોખમ વધી જાય છે.
શિયાળામાં વધી જાય છે સ્ટ્રોકનો ખતરો
મેડિકલ એક્સપર્ટ્સનું કહેવું છે કે આમ તો સ્ટ્રોક ક્યારેય પણ થઈ શકે છે પરંતુ શિયાળામાં બ્રેઈન સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. ડાયાબિટીઝ, હાઈ બીરી અને હાર્ટની બીમારીથી પરેશાન લોકોને બ્રેઈન સ્ટ્રોક અથવા બ્રેઈન હેમરેજનો ખતરો વધારે હોય છે. એવામાં આ લોકોને શિયાળામાં વધારે સતર્ક રહેવાની જરૂર છે. તેમણે ભૂલથી પણ ઠંડા પણીથી ન નહાવવું જોઈએ.
સ્ટ્રોકના લક્ષણોને ન કરો ઈગ્નોર
ડોક્ટરોના જણાવ્યા અનુસાર શિયાળામાં એકદમ ઠંડા પાણીમાં નહાવવાથી બચો. બની શકે તો પાણીને હલકુ ગરમ કરો. નહાતી વખતે પાણીને સૌથી પહેલા પગ પર નાખો, ત્યાર બાજ હાથ પર, પછી ધડ પર અને અંતમાં માથા પર નાખો. તેમ છતાં જો બ્રેઈન સ્ટ્રોકના લક્ષણ જોવા મળે તો દર્દીને નજીકના હોસ્પિટલમાં લઈ જવા માટે મોડુ ન કરો. આ કામમાં થોડુ પણ મોડુ દર્દીનો જીવ લઈ શકે છે.