બ્રેકિંગ ન્યુઝ
VTV / BrahMos missile successfully test-fired from Odisha Chandipur
Divyesh
Last Updated: 12:24 PM, 17 December 2019
ADVERTISEMENT
રક્ષા સૂત્રો દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી છે. સૂત્રોને જણાવ્યું છે કે જમીનથી જમીન પર મારવા માટે સક્ષમ આ મિસાઇલનું મોબાઇલ ઓટોનોમસ લોન્ચરથી આજરોજ સવારે 8 વાગે ચાંદીપુરમાં આવેલ ઇન્ટરગ્રેટેડ પરીક્ષણ રેન્જમાં લોન્ચ કોમ્પલેક્સ -3 થી પરીક્ષણ કરવામાં આવ્યું.
ડીઆરડીઓના સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ સપાટી થી સપાટી પર મારવામાં સક્ષમ આ મિસાઇલનું પરીક્ષણ સફળ રહ્યું છે. મિસાઇલ પરીક્ષણના દરેક માપદંડોમાં સક્ષમ જોવા મળી છે. બ્રહ્મોસ મિસાઇલ મધ્યમ દુરી સુધી માર કરનારી રામજેટ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે જેને સબમરીન, જહાજ, લડાખૂ વિમાન અથવા જમીની પણ લોંચ કરી શકાય છે.
ADVERTISEMENT
હાલમાં ચીન અને પાકિસ્તાનની પાસે અત્યારસુધી એવી મિસાઇલ નથી જે જમીન, સમુદ્ર અને આકાશ ત્રણેય જગ્યાઓ પરથી છોડી શકાય. હાલમાં ભારત અને રશિયા આ મિસાઇલની મારવાના અંતરને વધારવાની સાથે હાઇપરસોનિક ગતિ ઉડાને પર પણ કામ કરી રહ્યાં છે.
બ્રહ્મોસ ઓછી દૂરીની રેમજેટ એન્જીન યુક્ત, સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. આ મિસાઇલને દિવસ અથવા રાતે તથા દરેક મૌસમમાં ઉપયોગમાં લઇ શકાય તેમ છે. આ મિસાઇલનું મારવાની ક્ષમતા અચૂક હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.