Brahmastra Alia Bhatt and Ranbir Kapoor film to release on December 4
VIDEO VIRAL /
ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ પાસેથી રણબીર કપૂરે શીખ્યો આ ખાસ પેંતરો, જોઈને તમને પણ પડી જશે મજા
Team VTV11:12 AM, 03 Feb 20
| Updated: 02:36 PM, 03 Feb 20
રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્રની રિલીઝ ડેટ આખરે સામે આવી ગઈ છે. આ ફિલ્મ આ વર્ષે 4 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. ચાહકો લાંબા સમયથી આ ફિલ્મની રિલીઝ ડેટની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ વર્ષ 2019માં રિલીઝ થવાની અપેક્ષા હતી, પરંતુ ફિલ્મના નિર્દેશક અયાન મુખર્જી આ ફિલ્મને તેના કરિયરનો ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માને છે, તેથી જ તે આ પ્રોજેક્ટ અંગે કોઈ જ બેદરકારી કરવા માંગતો નથી અને આ જ કારણથી ફિલ્મની રિલીઝ ડેટ અને ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું નહોતું.
જોકે, રણબીર અને આલિયાના ચાહકો હવે રાહતનો શ્વાસ લઈ શકે છે. ખાસ વાત એ છે કે, બ્રહ્માસ્ત્રની આખી ટીમે આ ફિલ્મની રિલીઝ ડેટ માટે એક અનોખી પદ્ધતિ અપનાવી છે. હકીકતમાં આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં રણબીર, અમિતાભ બચ્ચન અને અયાન મુખર્જી જોવા મળી રહ્યા છે. આ વીડિયો એટલા માટે પણ ખાસ છે કેમ કે, રણબીર આ નાની ક્લિપમાં લોકોનું મનોરંજન કરવાનું ચૂકતો નથી અને પોતાનો જ મજાક ઉડાવે છે. રણબીર કહે છે કે, લોકો હવે કહેવા લાગ્યા છે કે, જો કોઈ ફિલ્મને લાંબી કરવી હોય તો રણબીરને તે ફિલ્મમાં લઈ લો. આ સિવાય લોકોને લાગે છે કે, તે માત્ર ફુટબોલ જ રમે છે.
ફિલ્મ બ્રહ્માસ્ત્ર સોશિયલ મીડિયા પર કરી રહી છે ટ્રેન્ડ
રણબીર પોતાના ડિપ્રેશિયેટિંગ હ્યૂમરથી એક ફની વીડિયો બનાવવામાં સફળ રહ્યો અને ચાહકોમાં ફરી એકવાર ફિલ્મનું ટ્રેન્ડ બનાવી દીધું. ખાસ વાત એ છે કે, તેની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટે પણ આ કામ કરી ચૂકી છે. આલિયા તેની પ્રથમ ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ યરના રિલીઝ દરમિયાન શો કોફી વિથ કરણ પર જોવા મળી હતી. તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરૂણ ધવન પણ આવ્યા હતા. આ શો પછી, આલિયાને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી કારણ કે, તેણે ભારતના રાષ્ટ્રપતિનું નામ પૃથ્વીરાજ ચૌહાણ જણાવ્યું હતું. આ વીડિયો ક્લિપ સામે આવ્યા પછી, આલિયા પર ઘણાં મીમ્સ બનાવવામાં આવ્યા હતા અને સોશિયલ મીડિયા પર તેના જનરલ નોલેજની ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી.
આલિયા ઈન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહી
જોકે, ટ્રોલ થયા બાદ આલિયાએ આ નેગેટિવ ટ્રોલિંગને એક જ ઝટકામાં બદલી નાખ્યું હતું. આલિયાએ આ શો પછી AIB સાથે એક વીડિયો કર્યો હતો, જેમાં તે પોતાની બુદ્ધિની મજાક કરતી જોવા મળી હતી. આ વીડિયોનું નામ જીનિયસ ઓફ ધ યર હતું. આલિયાએ આ વીડિયો દ્વારા સાબિત કરી દીધું હતું કે, તે ઈગો પ્રોબ્લેમ વિના પોતાનો મજાક ઉડાવી શકે છે અને ચાહકોની સામે પોતાનો કૂલ એટીટ્યૂડ જાહેર કરવામાં સફળ રહી હતી.
જે બાદ બેક ટુ બેક હિટ ફિલ્મો આપીને આલિયાએ ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી અને ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાનું આગવું સ્થાન બનાવવામાં સફળ રહી હતી. કરણના શો પર તેની ભૂલને બધાંએ ભૂલાવી દીધી. જોકે, આલિયા પછી હવે અનન્યા પાંડે તેના નિવેદનોથી સતત ટ્રોલ થઈ રહી છે, પણ તે આલિયાના લેવલનું કમબેક કરવામાં નિષ્ફળ રહી છે.