બ્રેકિંગ ન્યુઝ
VTV / Boy makes fake bomb call at railway station to stop train for his PUBG playmate
Pravin
Last Updated: 12:02 PM, 5 April 2022
ADVERTISEMENT
બાળકોમાં મોબાઈલ સાથે સમય વિતાવવા અને ગેમ રમવાની લત એટલી હદે આગળ નિકળી ગઈ છે કે, બાળકો તેના માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. બેંગલુરુના યલહંકા રેલ્વે સ્ટેશન પર 30 માર્ચે બપોરે 2 વાગ્યે લાઈન નંબર 139 પર ફોન કોલ આવ્યો જેમાં કહેવામાં આવ્યું કે, રેલ્વે સ્ટેશન પર બોમ્બ રાખવામાં આવ્યો છે.
પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી
ADVERTISEMENT
ફોન કોલ બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ અને ફટાફટ સમગ્ર સ્ટેશન ખંગાળી નાખ્યું. પોલીસે ખૂણેખૂણેથી તલાશી લીધી. આ સમગ્ર ઘટનાક્રમમાં 90 મિનિટનો સમય ગયો. પોલીસે આવેલા નંબરની તપાસ કરી તો જાણવા મળ્યું કે, વિનાયક નગરની એક કરિયાણાની દુકાન પરથી આ ફોન કોલ આવ્યો હતો.
12 વર્ષના બાળકે કર્યો હતો ફોન
આપને જણાવી દઈએ કે, જે દુકાનદારે પોતાના 12 વર્ષના બાળકને ફોન આપ્યો હતો, આ કોલ તેના દિકરાએ કર્યો હતો. પોલીસે જ્યારે આ બાળકને કોલ કરવા પાછળનું કારણ પુછ્યું તો, જાણવા મળ્યું કે, જે પોતાના ભાઈબંધ સાથે પબજી રમી રહ્યો હતો, અને તે સમયે તેનો મિત્ર પરિવારની સાથે યલહંકા રેલ્વે સ્ટેશન પર કાચેગુડા એક્સપ્રેસ ટ્રેનમાં બેઠો હતો.
ગેમ રમવામાં બધું ભૂલી ગયો બાળક
ફોન કરનારા બાળક જ્યારે પબજી રમવામાં એટલો મશગૂલ થઈ ગયો કે, તે જાણતો હતો કે, જો ટ્રેન ઉપડી ગઈ તો, તેના મિત્રને નેટવર્ક નહીં આવે અને તે થોડીવાર ગેમ રમવા માગતો હતો. ત્યારે આવા સમયે તેણે એક કોલ કરીને ટ્રેન રોકી રખાવી. પોલીસે 12 વર્ષના બાળક વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરી, પણ તેને ચેતવણી આપીને છોડી મુકવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, બોમ્બ સ્કોવડે 4.45 મિનિટે ક્લિયરેંસ સર્ટિફિકેટ આપ્યું ત્યારે બાદ ટ્રેન રવાના થઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.