બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:38 PM, 14 November 2024
દેશમાં તહેવારોની સીઝન પૂરી થયા બાદ હવે સૌથી મોટી ઇવેન્ટ વેડિંગ સીઝનની શરૂઆત થઈ ગઈ છે. જેથી કરીને લોકોએ લગ્ન માટે ખરીદી કરતા હોય છે. આ સાથે લગ્ન પ્રસંગમાં મોટી ભીડ પણ હોય છે. એવામાં અત્યારે વધતાં જતાં ચોરીના મામલાને કારણે લગ્ન જેવા પ્રસંગોમાં ખૂબ વધારે કાળજી રાખવાની જરૂર હોય છે. તાજેતરમાં આવી એક ઘટના રાજસ્થાનમાં જોવા મળી છે. જેમાં એક સગીર 7 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો.
ADVERTISEMENT
— Chintan Chavda (@Chavda63709Vtv) November 14, 2024
રૂપિયા 7 લાખની ચોરી, સાવચેત કરતી ઘટના
ADVERTISEMENT
આ ઘટના રાજસ્થાનના બાલોતરા પાસેની એક રિસોર્ટમાં બની છે. અહીં લગ્ન ચાલી રહ્યા હતા, જેમાં ઘણા લોકો પણ સામેલ થયા હતા. આ દરમિયાન એક સગીર મોકાનો લાભ લઈને 7 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને રફ્ફુચક્કર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. જે ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં પણ આવી હતી. જે બાદ રાજસ્થાન પોલીસે તપાસ તેજ કરી છે.
સોનીની દુકાનમાં 16 લાખ રૂપિયાની ચોરી
ચાર મહિલાઓ સોનીની દુકાનમાં પ્રવેશ કરે છે. બે મહિલાઓ સોની પાસે બેસે છે અને ઝવેરાત જોવાનો ડોળ કરે છે, જ્યારે અન્ય બે મહિલાઓ દુકાનના કિનારે ઊભી રહે છે કારણ કે સુવર્ણ દાગીના બતાવવામાં વ્યસ્ત છે. એક મહિલા પોતાની સાડીથી પડદો બનાવીને અન્ય મહિલાઓને સંકેત આપે છે.
આ પણ વાંચો: ઠગબાજો નવી સ્કીમ લઈ આવ્યાં! એન્જિનિયરને ફસાવીને ખંખેર્યાં 10 કરોડ, હવે હદ બહાર
અન્ય મહિલાઓ ચતુરાઈથી ઘરેણાં તેમની બેગમાં મૂકવાનું શરૂ કરે છે. આ પ્રક્રિયાને બેથી ત્રણ વખત પુનરાવર્તિત કરવામાં આવે છે અને આખરે મહિલાઓ રૂ. 16 લાખની કિંમતના ઘરેણાં પડાવી લે છે. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજ અનુસાર આ ઘટના 22 જૂન, 2024ના રોજ સવારે 11:41 વાગ્યે બની હતી. જેનો વીડિયો એક યુઝરે પોસ્ટ કર્યો હતો. જેમાં 4 મહિલાઓએ 16.5 લાખથી વધુની કિંમતના ઘરેણાં લૂંટી લીધા. આ વીડિયોને અત્યાર સુધીમાં 9 લાખ 5 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે અને 4,450થી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.