બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / boxer vijender singh join bjp ahead of lok sabha elections 2024

રાજનીતિ / કોંગ્રેસને એક બાદ એક ઝટકો: હવે ભાજપની રિંગમાં દેખાશે બૉક્સર વિજેન્દ્ર સિંહ, 2019માં આ સીટ પરથી લડી હતી ચૂંટણી

Priyakant

Last Updated: 03:24 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Boxer Vijender Singh Join BJP Latest News : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો, બોક્સર અને કોંગ્રેસ નેતા વિજેન્દર સિંહ દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે ભાજપમાં જોડાયા

Boxer Vijender Singh Join BJP :  લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. વાત જાણે એમ છે કે, બોક્સર અને કોંગ્રેસ નેતા વિજેન્દર સિંહ દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે ભાજપમાં જોડાયા છે. તેઓ આજે ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુખ્યાલયમાં ભાજપમાં જોડાયા છે. મહત્વનું છે કે, બોક્સર વિજેન્દ્ર સિંહે ટ્વિટર (X) પર એક લાઇનની પોસ્ટ કરી હતી, જેના પછી લોકસભા ચૂંટણી પહેલા ઘણી અટકળો શરૂ થઈ હતી. તેણે લખ્યું, 'જ્યાં જનતા ઈચ્છે છે, હું તૈયાર છું.' 

નોંધનીય છે કે, 2019માં કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયેલા વિજેન્દ્રને તેમની પહેલી ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી પણ તેઓ પાર્ટી સાથે જોડાયેલા રહ્યા, પરંતુ ડિસેમ્બર 2023માં તેમણે સોશિયલ મીડિયા પર રાજનીતિમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. જોકે એવી અટકળો છે કે તે પુનરાગમન કરી શકે છે. વિજેન્દ્રની રાજકીય કારકિર્દી ઘણી ટૂંકી રહી છે. વર્ષ 2019 માં કોંગ્રેસમાં જોડાઈને તેમણે દક્ષિણ દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડી હતી પરંતુ રમેશ વિધુરી સામે હારી ગયા હતા. આ પછી રાજકારણમાં તેમની પ્રવૃત્તિ ઓછી થઈ અને ડિસેમ્બર 2023માં તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, રાજનીતિમાં રામ-રામ. આ પછી એવી અટકળો લગાવવામાં આવી હતી કે વિજેન્દ્રએ રાજકારણથી દૂરી લીધી છે.

વધુ વાંચો: 'હું લોકસભાની ચૂંટણીમાં કંઈ નહીં કરી શકું... 6 મહિનાથી કેન્સર સામે લડી રહ્યો છું' સુશીલ મોદી

ઉલ્લેખનીય છે કે, વિજેન્દ્ર સિંહ બેનીવાલ કે જેઓ વિજેન્દ્ર સિંહ તરીકે ઓળખાય છે તે ભારતના હરિયાણાના જાટ છે. તેમનો જન્મ 29 ઓક્ટોબર 1985ના રોજ હરિયાણાના ભિવાની જિલ્લાના કાલુવાસ નામના ગામમાં થયો હતો. તેના પિતા મહિપાલ સિંહ બેનીવાલ હરિયાણા રોડવેઝમાં બસ ડ્રાઈવર છે અને માતા કૃષ્ણા દેવી ગૃહિણી છે. વિજેન્દ્રનો મોટો ભાઈ મનોજ પણ બોક્સર છે. વિજેન્દ્રએ પ્રાથમિક શિક્ષણ કાલુવાસની એક શાળામાંથી પૂર્ણ કર્યું હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Boxer Vijender Singh Boxer Vijender Singh Join BJP Lok Sabha Election 2024 lok sabha election લોકસભા ચૂંટણી વિજેન્દ્ર સિંહ બેનીવાલ Lok Sabha Election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ