વરુણ ધવન, કિયારા અડવાણી, અનિલ કપૂર અને નીતુ કપૂરની ફિલ્મ 'જુગ જુગ જિયો'એ ઓપનિંગ ડે પર જ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે.
ફિલ્મ 'Jug Jugg Jeeyo'એ મારી બાજી
ઓપનિંગ ડે પણ કરી જોરદાર કમાણી
જાણો કેટલા કરોડની કરી કમાણી
કોરોના પછી બહુ ઓછી ફિલ્મો બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી શકી છે. સાઉથની ફિલ્મોને છોડીને 'ગંગુબાઈ' અને કાર્તિક આર્યનની ફિલ્મ 'ભૂલ ભૂલૈયા 2'એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. ત્યાં જ 'જુગ જુગ જિયો' પણ આ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
વરુણ ધવન, કિયારા અડવાણી, અનિલ કપૂર અને નીતુ કપૂરની ફિલ્મનું પ્રથમ દિવસનું કલેક્શન પણ આવી ગયું છે. 'જુગ જુગ જિયો'એ ઓપનિંગ ડે પર જ 9.28 કરોડ રૂપિયાની કમાણી કરીને બોક્સ ઓફિસ પર પોતાનું ખાતું ખોલ્યું છે.
તરણ આદર્શે આંકડા કર્યા શેર
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી 'જુગ જુગ જિયો'ના પહેલા દિવસની કમાણીના આંકડા શેર કર્યા છે. શુક્રવારે ફિલ્મે પ્રથમ દિવસે ધીમી શરૂઆત કરી હતી, પરંતુ ઈવનિંગ સુધીમાં, 'જુગ જુગ જીયો'એ સારું કલેક્શન કર્યું હતું. આ એક ફની કોમેડી ફિલ્મ છે જેમાં ફેમિલી ડ્રામા છે, જેને તરણ આદર્શ દ્વારા સારો રિવ્યુ આપવામાં આવ્યો છે. આ ફિલ્મ તમને તેની વાર્તા અને કોમેડીથી શરૂઆતથી અંત સુધી પકડીને રાખશે.
વિકએન્ડના કારણે ફિલ્મ કરી શકે છે વધુ કમાણી
'જુગ જુગ જિયો' ફિલ્મે અપેક્ષા કરતા વધુ કમાણી કરી છે. 105 કરોડમાં બનેલી આ ફિલ્મ વિશે અનુમાન લગાવવામાં આવ્યું હતું કે 'જુગ જુગ જિયો' બોક્સ ઓફિસ પર પહેલા દિવસે 8.50 કરોડની કમાણી કરશે. પરંતુ ફિલ્મે આ અપેક્ષા પાર કરી અને 9.28 કરોડની કમાણી કરી. ફિલ્મને મુંબઈ, દિલ્હી, એનસીઆરમાં સારી ઓપનિંગ મળી હતી. ત્યાં જ આ ફિલ્મ વિકએન્ડ પર વધુ કમાણી કરશે.