બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO: એક ટોળાએ ધોકાવાળી તો સામેનાએ પથ્થરવાળી કરી, બોટાદમાં એક જ જ્ઞાતિ બે જૂથ બાખડ્યા
Last Updated: 03:16 PM, 10 February 2025
Botad Viral Video : ગુજરાતમાં ફરી એકવાર મારામારીનો વીડિયો વાયરલ થયો છે. વાસ્તવમાં આ વીડિયો બોટાદનો હોવાનું સામે આવ્યું છે. વાયરલ વીડિયોમાં એક જ જ્ઞાતિના લોકો સામસામે આવી અને મારામારી કરતાં નજરે પડી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ અગાઉની અદાવતમાં મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે. આ તરફ ઘટનાને લઈ હવે બોટાદ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
બોટાદમાં બે જુથ વચ્ચે બબાલ
— Priykant Journalist (@Priykantnews) February 10, 2025
Video : Social Media #Botad #SocialMedia #ViralVideo pic.twitter.com/xyYJWOQE1y
બોટાદ શહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે. વિગતો મુજબ બોટાદના પાંચપડા વિસ્તારમાં એક જ જ્ઞાતિના લોકો વચ્ચે મારામારીની ઘટના બની હતી. આ ઘટનામાં એક ટોળાંએ ધોકાવાળી કરી તો સામેના ટોળાંએ પથ્થરમારો કર્યો હતો.
ADVERTISEMENT
પ્રાથમિક વિગતો મુજબ મારામારીની આ ઘટનામાંત્રણથી ચાર લોકોને ઈજા પહોંચી હોવાના સમાચાર છે. આ સાથે સમગ્ર મારામારીની ઘટના જુની અદાવતમાં થઈ હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. આ તરફ હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
કાનુનને પડકાર ? / કાયદાની એસી તેસી! વડોદરામાં વધુ એક ટપોરી ગેંગની રીલ વાયરલ, જુઓ વીડિયો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.