બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રત્નકલાકારે કોમ્પલેક્સના પાંચમાં માળેથી લગાવી મોતની છલાંગ, જુઓ હૃદય કંપાવતા CCTV

બોટાદ / રત્નકલાકારે કોમ્પલેક્સના પાંચમાં માળેથી લગાવી મોતની છલાંગ, જુઓ હૃદય કંપાવતા CCTV

Last Updated: 05:35 PM, 17 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદમાં એસોર્ટિંગ કામ કરતા રત્નકલાકારે જીવન ટુંકાવ્યું, કોમ્પલેક્સના 5મા માળેથી લગાવી મોતની છલાંગ

બોટાદના હિફલી વિસ્તારમાં આવેલા આશીર્વાદ કોમ્પ્લેક્સમાં એક ચકચારી ઘટના બની છે. એક રત્નકલાકારે કોમ્પ્લેક્સનાં પાંચમા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી છે. મૃતક રત્નકલાકારની ઓળખ કાનીયાડ ગામના રસિકભાઈ કાલીયા તરીકે થઈ છે.

રત્નકલાકારે ટુંકાવ્યું જીવન

પ્રાપ્ત વિગતો મુજબ રસિકભાઈ હીરાના કારખાનામાં એસોર્ટિંગનું કામ કરતા હતા. તેઓ હિફલી વિસ્તારમાં આવેલ મહાજનની વાડી પાસેના આશીર્વાદ કોમ્પ્લેક્સની અગાસી પરથી છલાંગ લગાવી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. જો કે, આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

PROMOTIONAL 8

આ પણ વાંચો: 'ખોવાયા છે, જડે ઈ જાણ કરજો..' અમરેલી પત્રકાંડ પર પરેશ ધાનાણીએ ભાજપ નેતાઓ પર સાધ્યું નિશાન

આત્મહત્યાનું કારણ હજુ અકબંધ

આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાના પગલે પંથકમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Botad News Botad Crime News Botad Jeweler Suicide Case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ