બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Boris Johnson, who suddenly arrived in Ukraine in the midst of a Russian attack, was seen walking the streets of Kyiv with Zelensky
Hiralal
Last Updated: 10:03 AM, 10 April 2022
ADVERTISEMENT
પોતાની આ સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે કીવના રસ્તા પર ચાલતા જોવા મળ્યા હતા. યુક્રેનની સરકાર દ્વારા શેર કરવામાં આવેલા બે મિનિટથી વધુ લાંબા વીડિયોમાં બંને નેતાઓ શેરીઓમાં, સ્નાઈપર્સ અને અન્ય સુરક્ષા વચ્ચે ફરતા જોવા મળે છે. કિવના મુખ્ય ક્રેસ્કેચિક રોડથી મેદાન સ્ક્વેર તરફ પ્રયાણ કરતી વખતે બંને પસાર થતા લોકોનું અભિવાદન કરે છે.
અમને તમારી જરુર છે, યુક્રેની વ્યક્તિએ બ્રિટનના પીએમને કહ્યું
યુક્રેનની રાજધાનીમાં બ્રિટિશ નેતાને જોઈને એક પસાર થતો વ્યક્તિ ભાવુક જોવા મળ્યો હતો. તેણે કહ્યું, "અમને તમારી જરૂર છે. જોન્સને પણ જવાબ આપ્યો હતો. બ્રિટિશ પીએમે કહ્યું, "તમને મળીને આનંદ થયો. અમને મદદ કરવાનો લહાવો મળ્યો છે. તમારી પાસે એક સારા રાષ્ટ્રપતિ શ્રી ઝેલેન્સ્કી છે.
ADVERTISEMENT
because they bloody can pic.twitter.com/FaTUt0lvP6
— Ukraine / Україна (@Ukraine) April 9, 2022
રશિયાના હુમલા બાદ પહેલી વાર જી-7ના નેતાની પ્રથમ મુલાકાત
24 ફેબ્રુઆરીએ રશિયાએ આક્રમણ શરૂ કર્યું તે પછી જી-7ના નેતાની આ પ્રથમ મુલાકાત હતી. બ્રિટનના વડાપ્રધાને 120 બખ્તરબંધ વાહનો અને નવી એન્ટી શિપ મિસાઇલ સિસ્ટમનું વચન આપ્યું છે. તેમણે વિશ્વ બેંકના દેવામાં વધારાના 500 મિલિયન ડોલરની પુષ્ટિ પણ કરી છે. આનાથી યુકેની કુલ લોન ગેરંટી એક અબજ ડોલર થઈ ગઈ છે.
યુક્રેન પર રશિયાનો હુમલાનો આજે 45મો દિવસ
ઉલ્લેખનીય છે કે યુકેન પર રશિયાના હુમલાનો આજે 45મો દિવસ છે. હજુ સુધી યુક્રેન પાછીપાની કરવા તૈયાર નથી અને રશિયાને જડબાતોડ જવાબ આપી રહ્યું છે. હવે યુક્રેનને દુનિયાના દેશોની મદદ મળવાનું શરુ થયું છે. પહેલી વાર જી-7ના દેશોના નેતાની યુક્રેનની મુલાકાત થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.