બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / boris johnson statement on Russia india relations gujarat

BIG NEWS / ગુજરાત પ્રવાસ સમયે બ્રિટનના PM બોરિસ જોનસને ભારત-રશિયાના સંબંધો અંગે આપ્યું મોટું નિવેદન

Hiren

Last Updated: 07:55 PM, 21 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન પોતાના ભારત પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરી છે. ત્યારે ગુજરાત મુલાકાત દરમિયાન તેમણે રશિયા-યૂક્રેન યુદ્ધ અને રશિયા-ભારતના સંબંધો અંગે નિવેદન આપ્યું છે.

  • બ્રિટનના વડાએ ગુજરાત પ્રવાસથી શરૂ કર્યો છે ભારત પ્રવાસ
  • રશિયા અને ભારતના સંબંધો પર બોરિસ જોનસનનું નિવેદન
  • આ મુદ્દે પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરીશઃ જોનસન

બ્રિટનના પ્રધાનમંત્રી પોતાના 2 દિવસીય ભારત પ્રવાસ પર અમદાવાદ પહોંચ્યા છે. આ સમયે તેમણે કહ્યું કે અમે આ વર્શના અંત સુધી ભારતની સાથે વધુ એક મુક્ત વેપાર કરવાની આશા કરી રહ્યા છીએ. બોરિસ જોન્સને કહ્યું કે, દરેક વ્યક્તિ જાણે છે કે ભારત-રશિયા વચ્ચે ઐતિહાસિક રીતે ખૂબ જ અલગ સંબંધો છે.

તેમણે કહ્યું કે, વિશ્વ અર્થવ્યવસ્થાના મોટા ભાગને જોતા એવું કરવું યોગ્ય છે. ભારત અને બ્રિટન બન્ને દુનિયાભરમાં ચાલી રહેલા તણાવને લઇને ચિંતિત છે. અમે બન્ને લોકશાહી છીએ અને અમે એકસાથે રહેવા માંગીએ છીએ.

ભારત-રશિયા વચ્ચે ઐતિહાસિક રીતે ખૂબ જ અલગ સંબંધો છેઃ જોનસન
બ્રિટિશ પીએમએ કહ્યું કે, ભારત અને યૂકેની પાસે પોતાની સુરક્ષા અને રક્ષા ભાગીદારીને મજબૂત કરવાનો પણ અવસર છે. બોરિસ જૉનસને કહ્યું કે, જેમકે હું જોઈ રહ્યો છું ભારત અને રશિયા વચ્ચે ઐતિહાસિક રીતે બહુ જ અલગ સંબંધ છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં રશિયા અને યૂકેની સાથે ભારતના સંબંધ મજબૂત થયા છે. આપણે તે વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરવી પડશે. તેમણે કહ્યું કે, આ સંબંધમાં હું ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરીશ.

બૂચામાં થયેલા અત્યાચારની ભારતે પણ કરી છે નિંદાઃ જોનસન
તેમણે કહ્યું કે, યૂક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા જંગમાં ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. તેમ છતા હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે આ મુદ્દે જરૂર ચર્ચા કરીશ. જો તમે ભારતીયોના નજરીયાથી જુઓ તો જે પ્રકારે અત્યાચાર કરવામાં આવ્યા છે તેની આખી દુનિયાએ નિંદા કરી છે. ભારતીઓએ પણ આ ઘટનાની મજબૂતીથી નિંદા કરી છે.

એક અરબ પાઉન્ડના નવા રોકાણ અને આયાત કરારો પર નજર
જણાવી દઈએ કે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસન ભારતની પોતાની યાત્રા દરમિયાન કેટલાક વ્યાપારી કરારોનું એલાન કરશે અને દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોમાં નવા યુગની શરૂઆત કરશે. બ્રિટનના ઉચ્ચાયોગે જણાવ્યું કે બ્રિટન અને ભારતીય વેપાર સૉફ્ટવેર એન્જિનિયરિંગથી લઇને સ્વાસ્થ્ય ક્ષેત્ર સુધી એક અરબ પાઉન્ડના નવા રોકાણ અને નિકાસ કરારોની પુષ્ટિ કરશે. આનાથી બ્રિટનમાં અંદાજિત 11,000 નોકરીઓ ઉભી થવાની આશા છે.

બ્રિટિશ પીએમ આવતીકાલે પ્રધાનમંત્રી મોદી સાથે કરશે મુલાકાત
બ્રિટિશ પીએમ બોરિસ જૉનસન આજે ગુજરાતમાં કેટલીક બેઠકોમાં ભાગ લેશે. આજે સાંજે તેમના દિલ્હી પહોંચવાના સમાચાર છે. બ્રિટિશ પીએમ આવતીકાલે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ