બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ટીમ ઇન્ડિયાની ઓસ્ટ્રેલિયાને ચેતવણી, બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પૂર્વે કરવામાં આવ્યું મોટું એલાન
Last Updated: 01:43 PM, 14 November 2024
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024ની પહેલી ટેસ્ટ શરૂ થશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના સંદર્ભે જોવા જઈએ તો ટીમ ઇન્ડિયા માટે આ સીરીઝ જીતવી ખૂબ જ જરૂરી છે. જો ભારતીય ટીમ કોઈના પર નિર્ભર રહ્યા વિના WTC ફાઈનલમાં જવા માંગે છે તો એને પહેલા બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓછામાં ઓછી 4 મેચ જીતવી પડશે. જો કે આ મુશ્કેલ કસોટી પહેલા ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ચેતવણી આપી દીધી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ વીડિયો જારી કર્યો છે, જેમાં ભારતીય ખેલાડીઓ અને કોચ પણ ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઈને ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. ભારતના બોલિંગ કોચ મોર્ને મોર્કેલ અને બંને સહાયક કોચ અભિષેક નાયર અને રાયન ટેન ડોઇશેએ કહ્યું, 'ઓસ્ટ્રેલિયા, અમે આવી ગયા છીએ." અભિષેક નાયરે જણાવ્યું કે અહીં આવીને સારું રમવું જ પોતાનામાં એક પડકાર છે, પરંતુ વિરાટ કોહલી, રોહિત શર્મા, રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનને અહીં રમવાનો ઘણો અનુભવ છે. તેમના હોવાથી યુવા ખેલાડીઓને ઘણું બધું શીખવા મળશે. બોલિંગના કોચ મોર્ને મોર્કેલે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને આજના સમયમાં વર્ષમાં થનારી સૌથી ખાસ ક્રિકેટ ટૂર્નામેન્ટમાંથી એક ગણાવી છે.
કોચ ગંભીરે વધાર્યું ખેલાડીઓનું મનોબળ
અભિષેક નાયરે આ વીડિયોમાં એમ પણ કહ્યું કે કોચ ગૌતમ ગંભીર તમામ ખેલાડીઓ સાથે વાત કરીને તેમનું મનોબળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું, "પ્રેક્ટિસ સેશનની શરૂઆત પહેલા ગૌતમ ભાઈએ તમામ ખેલાડીઓ સાથે વાત કરી. રોહિત, વિરાટ અને અશ્વિન પણ યુવા ખેલાડીઓ સાથે વાત કરી રહ્યા છે કે કેવી રીતે ઓસ્ટ્રેલિયા સીરીઝ ખતમ થયા પછી તેઓ એક વધુ સારા ક્રિકેટર બની શક્યા હોત." રાયન ટેન ડોઇશેએ કહ્યું કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સતત બે વખત જીતવી એ ભારત માટે ગર્વની વાત છે.
આ પણ વાંચો: બાઉન્ડ્રી લાઇન પર ઊભા રહીને અક્ષર પટેલે એવો કેચ કર્યો કે, લોકો Video જોતા જ રહી ગયા
પ્રથમ ટેસ્ટ મેચ 22 નવેમ્બરથી પર્થમાં રમાશે. અહેવાલો અનુસાર, પર્થની પીચ ઝડપી બોલરોને ઘણી મદદ કરશે તેવી અપેક્ષા છે, જેમાં ખૂબ જ તેજ ઉછાળો જોવા મળી શકે છે. એ પણ નોંધનીય છે કે ભારતીય કેપ્ટન રોહિત શર્મા પ્રથમ ટેસ્ટ નહીં રમે અને તેની જગ્યાએ જસપ્રિત બુમરાહ કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Mans Junior Asia Cup / ભારતે જીત્યો જુનિયર એશિયા કપનો ખિતાબ, ફાઈનલ મેચમાં પાકિસ્તાનને હરાવી બન્યું ચેમ્પિયન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.