Team VTV09:28 AM, 24 Nov 19
| Updated: 10:05 AM, 24 Nov 19
ગાંધીના ગુજરાતમાં રોજે રોજ દારૂબંધીના લીરે લીરા ઉડે છે હદ તો ત્યાં થાય છે જ્યારે એમ્બ્યુલન્સમાંથી દારૂ ઝડપાય! ગીર સોમનાથમાં પોલીસે એમ્બ્યુલન્સમાંથી 76 બોટલ દારૂ ઝડપી પાડ્યો છે. રાજ્યમાં દારૂની હેરફેર માટે બુટલેગરો નીતનવા નુસખા અજમાવે છે. વચ્ચે જ ગેસના સિલિન્ડરમાં દારૂ ઝડપાયો હતો.
પોલીસ એમ્બ્યુલન્સ માંથી દારૂ ઝડપી પાડ઼્યો
76 બોટલ દારૂ સાથે 2 આરોપીની કરી ધરપકડ
પોલીસે 1 લાખ 30 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
રાજ્યભરમાં દારૂની હેરા ફેરી કરવામાં બૂટલેગરો બેફામ છે. મનફાવે તેમ બુટલેગરો ગેસના બાટલામાં, વાહનની ડીકીમાં અને આખરે હવે ગીર સોમનાથમાંથી એમ્બ્યુલન્સમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે.
પોલીસ પણ ચોંકી ગઈ
ગીર સોમનાથની પોલીસ એમ્બ્યુલન્સ માંથી દારૂ ઝડપી પાડ઼્યો છે. બુટલેગરો બેખોફ દારૂની ખેફ મારી રહ્યા હતા ત્યારે પોલીસ ત્રાટકી હતી. એમ્બ્યુલન્સમાં આટલો દારૂનો જથ્થો જોઈને બે મિનિટ માટે પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.
1.30 લાખનો મુદ્દામાલ ઝડપાયો
પોલીસે એમ્બ્યુલન્સમાંથી 76 બોટલ દારૂ સાથે પોલીસે 2 આરોપીની કરી ધરપકડ છે. પોલીસે 1. 30 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.