Bootleggers attack police team for pouring liquor gambling
ક્રાઇમ /
અમદાવાદમાં કોનું રાજ? દરિયાપુરમાં બુટલેગરોએ પોલીસ પર હુમલો કર્યો
Team VTV06:01 PM, 05 Oct 19
| Updated: 07:38 PM, 05 Oct 19
શહેરમાં દર અઠવાડીએ પોલીસ દારુની રેડ પાડે છે. છતાં બુટલેગરોને કોઇનો ડર નથી. બેફમ બનેલા બુટલેગરો ઘણીવાર પોલીસ પર હુમલા કરે છે. તો ઘણી વાર બુટલેગરો કોર્ટમાં પોલીસ પર ખોટા આક્ષેપો મુકતા હોય છે. ત્યારે બુટલેગર દ્વારા વધુ એક વાર પોલીસની ટીમ પર હુમલો કર્યો છે. રેડ પાડવા ગયેલી પોલીસની ટીમ પર બુટલેગરોએ હુમલો કર્યો.
શહેરમાં બુટલેગરો બેફામ બન્યા છે
પકડાયેલા પીધેલાને છોડાવવા 6 લોકોએ પોલીસની ટીમ પર હુમલો કર્યો
દરિયાપુર પીએસઆઇએ શાહિબાગમાં 6 લોકો સામે ફરિયાદ દાખલ કરાવી
બુટલેગરોને જાણે કોઈનો ડર ન રહ્યો હોય તેમ બેફામ બન્યા છે. શુક્રવારે દારૂ અને જુગારની ડ્રાઈવ દરમ્યાન દારૂ પીધેલા યુવકને દરિયાપુર પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ અને તેમની ટીમે પકડતાં બુટલેગરો અને તેમના સાગરીતોએ પોલીસ ટીમ પર હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે પાંચ આરોપીઓને સ્થળ પરથી ઝડપી લીધા હતા.જ્યારે એક આરોપી ફરાર થઇ ગયો હતો. શાહીબાગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસે કરી હતી દારુ જુગારની ડ્રાઇવ
દરિયાપુર પોલીસ સ્ટેશન પીએસઆઇ એસ કે ચારેલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં છ લોકો વિરુદ્ધમાં પોલીસ પર હુમલાની ફરિયાદ કરી છે. ઝોન૪ DCP નીરજ બડગુજરે શાહીબાગ વિસ્તારમાં દારૂ અને જુગારની ડ્રાઇવ રાખી હતી. જેમાં દરિયાપુર અને શાહીબાગ પોલીસ સંયુક્ત રીતે ડ્રાઈવ કરી રહી હતી. દરિયાપુર પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ એસ.કે. ચારેલ અને તેમની ટીમે મોહન સિનેમા અંબિકા ગેસ્ટ હાઉસ પાસેથી કૃણાલ વિક્રમસિંહ રાઠોડ (રહે. ભોગીલાલની નવી ચાલી, મોહન સિનેમા)નામનાં યુવકને દારૂ પીધેલો પકડ્યો હતો.
પોલીસને રોકો મને છોડાવોની બુમો પાડી પોલીસ પર કર્યો હુમલો
પીધેલો પકડાયેલા કૃણાલ રાઠોડને પકડ્યા બાદ પોલીસ તેની ધરપકડની કામગીરી કરી રહી હતી. ત્યારે કૃણાલે બુમાબુમ કરી આ લોકોને રોકો અને મને છોડાવોની બુમો પાડતો હતો. આથી કૃણાલને છોડાવવા માટે અજિતસિંહ કિશોરસિંહ રાઠોડ, વિજય મનુજી વાઘેલા, પંકજ ઠાર, શંકર ચૌહાણ અને નરેન્દ્રસિંહ રાઠોડ આવ્યા હતા. તેમને પોલીસ સાથે મારામારી કરી અને ધક્કામુક્કી કરી હતી. તે દરમિયાનમાં અન્ય પોલીસ સ્ટાફ આવી જતાં પાંચ લોકોને ઝડપી પાડ્યા હતા. મારામારી દરમિયાન નરેન્દ્રસિંહ નામનો યુવક નાસી જવામાં સફળ રહ્યો હતો. હાલ પોલીસ ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. પાંચ આરોપીની ધરપકડ કરીની વધુ તપાસ હાથ
ધરી છે.