Team VTV10:38 PM, 27 Jan 22
| Updated: 11:00 PM, 27 Jan 22
અમદાવાદના નરોડામાં પોલીસકર્મી પર જીવલેણ હુમલાનો મામલો, આરોપી પકડવા અન્ય પ્રાઇવેટ વ્યક્તિ લઈ પોલીસકર્મી ગયો હોવાની ચર્ચા
પોલીસ પર હુમલો કરનારા કોણ છે?
બુટલેગર અનિલ સોલંકી, સંજય સોલંકી
કુલ 15 શખ્સો સામે નોંધ્યો છે ગુનો
અમદાવાદના નરોડામાં પોલીસકર્મી પર જીવલેણ હુમલાની ઘટનાના વીડિયો સામે આવ્યા છે.વીડિયોમાં પોલીસકર્મી સુરેશ સિવાય અન્ય લોકો પણ હોવાનું સામે આવ્યું છે.આરોપી પકડવા અન્ય એક ખાનગી વ્યક્તિ લઈ પોલીસકર્મી ગયો હોવાની ચર્ચા છે.વીડિયોના આધારે ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.પોલીસકર્મી સુરેશ પર લોખંડના હથોડા વડે હુમલો કરાયો હતો.બુટલેગર અનિલ સોલંકી, સંજય સોલંકી સહીત 15 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે...નરોડાના મુઠીયા ગામ પાસે જીવલેણ હુમલો કરાયો હતો.નરોડા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શું બન્યું હતું?
નરોડા પોલીસ સ્ટેશન ના પ્રોહીબીશનના ગુના માં વોન્ટેડ આરોપી અનિલ ઉર્ફે કાળી સોલંકી અને સંજય સોલંકી તેમના રહેણાક વિસ્તાર મુઠીયા ગામ માં હોવાની બાતમી મળતા જ હેડ કોન્સ્ટેબલ સુરેશકુમાર કાલિયા અન્ય બીજા પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતાં ત્રણ પોલીસ કર્મચારીઓ સાથે ત્યાં પહોંચ્યા હતા. બાતમી વાળી સંભવિત જગ્યા એ તપાસ કરવાની હોવાથી ચારેય પોલીસ કર્મી અલગ અલગ જગ્યા એ થી જઈ રહ્યા હતા. ત્યારે અનિલ ઉર્ફે કાળી તેમની રહેણાક વાળી જગ્યા એ મળી આવતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
દોડાવી દોડાવી આરોપીએ પોલીસને દંડાના ફટકા માર્યા
જો કે તેણે બૂમાબૂમ કરતા તેના ત્રણ ભાઈ અને પિતા પણ હાથ માં પ્રાણઘાતક હથિયારો લઇ આવી જઈને આ નરોડા પોલીસ વાળા આપણ ને દારૂ નો ધંધો કરવા દેતા નથી અવાર નવાર રેડો કરીને હેરાન પરેશાન કરે છે. જેથી આજે તો આને પતાવી દો. તેમ કહીને માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન અન્ય 10 થી 12 લોકો નું ટોળું ભેગું થઈ જઈને પોલીસ ને દોડાવી દોડવી ને માર માર્યો હતો.પરતું નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો સુરેશ પોલીસકર્મી બીજા અન્ય પોલીસ સ્ટેશન પોલીસકર્મી લઈ જતા અનેક સવાલો ઉભાઈ થઈ રહ્યા છે..જેને લઈ ઉચ્ચ અધિકારી તપાસ સોંપવામાં આવી છે.
વીટીવી ગુજરાતીના સળગતા સવાલ
બૂટલેગરોનો પોલીસ પર હુમલો ક્યાં સુધી
આરોપીઓને પકડનારી પોલીસ પર આવા હુમલા કેમ?
બુટલેગરોને પોલીસનો ડર કેમ નથી
જાહેરમાં હુમલા કરવાની હિમ્મત ક્યાંથી આવી
પોલીસ પર આવા હુમલા કરે છે તો આમ જનતાનું શું?
મુઢીયા ગામ પાસે આ બૂટલેગરોને કોણ બચાવી રહ્યુ છે
ઉચ્ચ અધિકારીઓ આ મામલે પોલીસકર્મીઓને ન્યાય ક્યારે અપાવશે
આ બૂટલેગરોને જેલ હવાલે કર્યા બાદ કડક સજા ક્યારે મળશે
જાહેર રોડ પર બૂટલેગરોના આતંકને કોણ રોકશે
પોલીસ જ ભોગ બનશે તો આમ જનતા કેવી રીતે સુરક્ષિત રહેશે?