Bootlegger creates unique loading rickshaw for liquor trafficking
અમદાવાદ /
લો જોઈ લો દારૂબંધી, એવી જગ્યાએ છુપાવ્યો હતો દારૂ કે જોઈને પોલીસને પણ ચક્કર આવી ગયા
Team VTV05:12 PM, 09 Jan 20
| Updated: 05:15 PM, 09 Jan 20
દારુ બંધી હોવાને કારણે દારુની હેરાફેરી અને તેનું વેચાણ ગેરકાયદેસર છે. ત્યારે બુટલેગરો પોતાનો ધંધો ચાલતો રહે અને બે રોકટોક તેઓ માલની ડિલીવરી કરી શકે તે માટે અવનવી એમો શોધતા હોય છે. ત્યારે અમદાવાદનાં રામોલ વિસ્તારમાં પોલીસે દારુ ભરેલી બજાજ મેક્ષી લોડિંગ રીક્ષા પકડી છે. દારુની હેરફેર કરનારા ભેજાબાજોની આ તરકીબ જોઈ તમે પણ ચોંકી જશો..
રામોલ પોલીસે 151 દારની બોટલ સાથે અંદાજીત 3 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો
કડીથી આવ્યો હતો દેશી બનાવટનો અંગ્રેજી દારુ
પેટ્રોલિંગ દરમિયાન આ ગુનાનો પર્દાફાશ
પેટ્રોલિંગ દરમિયાન પોલીસે પકડ્યો દારુનો જથ્થો
અમદાવાદનાં રામોલ વિસ્તારમાં સ્થાનીક પોલીસે ગુરુવારે વહેલી સવારે પેટ્રોલિંગ દરમિયાન એક દારુનો જથ્થો પકડ્યો હતો. રામોલ પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ બી.બી. સોલંકી કોન્સ્ટેબલ દિપકકુમાર તથા યોગીરાજ સિંહ સાથે પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન તેમને માહિતી મળી હતી કે આ રોડ પર દારુની ખેપ મારવામાં આવશે. જેના આધારે તેમણે સીટીએમ બીઆરટીએસ બસ સ્ટોપ પાસે એક બજાજ મેક્ષી બંધ બોડીની લોડિંગ રીક્ષાને અટકાવી તેને તપાસી હતી.
કેવી રીતે સંતાડ્યો હતો દારું
પોલીસે પકડેલી લોડિંગ રીક્ષાની બોડીની અંદર પતરાનું બીજું લેયર બનાવવામાં આવ્યું હતું. આ બે લેયરની વચ્ચે ખાનું બનાવી તેમાં દેશી બનાવટની અંગ્રેજી દારુની કુલ 151 બોટલો મળી આવી હતી. જેની કિંમત 75,500 હતી. પોલીસે આ સાથે રુ. 2,55,500ની કિંમતની રીક્ષા જપ્ત કરી હતી. આ મુદ્દા માલ સાથે દારુની સાથે 21 વર્ષીય તોસીફ ફિરોદભાઈ ભીખાભાઈ (રહે. મલહાર પુરા, કડી, તા. કડી જી- મહેસાણા) અને મૂળ સુરેન્દ્રનગરનાં ધાંગ્રધાનાં 19 વર્ષીય ઈનાયત અબ્દુલભાઈ કાસમભાઈ જેસડીયા ( હાલ રહે. જાગ્રૃતિ સ્કુલ પાસે ઘંટીની બાજુમાં, સરખેજ) નામનાં બે આરોપની ખેપ મારતા પકડી પાડ્યાં હતા.
કેવી રીતે આવ્યો હતો આઈડિયા
આરોપી
પ્રાથમિત તપાસમાં જાણવા મળ્યું હતું કે આ બન્ને જણાં કડીથી દારુનો માલ ભરીને અને ડિલીવરી કરવા આવ્યાં હતાં. તેઓ આ પહેલાં 2 -3 વાર ખેપ અમદાવાદમાં ખેપ મારી ચુક્યાં છે. આ રીતે દુર સંતાડવાનો આઈડિયા કેવી રીતે આવ્યો એ અંગે તેઓએ જણાવ્યું હતું કે આવી લોડિંગ રીક્ષા કોઈ નહી તપાસે એવું લાગ્યું હતું. જોકે આ માલ કોને પહોંચાડવાનો હતો તેની તપાસ હજું બાકી છે.