બ્રેકિંગ ન્યુઝ
Ronak
Last Updated: 01:51 PM, 13 August 2021
ADVERTISEMENT
અમેરિકામાં વધતા જતા કોરોનાના કહેરને કારણે અહીયા વેક્સીનના બૂસ્ટર ડોઝને મંજૂરી મલી ગઈ છે. એટલેકે હવે જે દર્દીઓમાં કોરોનાના ગંભીર લક્ષણો જોવા મળે તે લોકોને વેક્સિનનો ત્રીજો ડોઝ આપવામાં આવશે. જેમા મોડર્ના અને ફાઈઝર વેક્સીનનો ત્રીજો ડોઝ ઈમરજન્સીમાં આપવાની મંજૂરી આપવામાં આવી છે.
ADVERTISEMENT
ગંભીર બિમારી વાળા દર્દીને મળશે બૂસ્ટર ડોઝ
યુએસ ફુડ્સ એન્ડ ડ્રગસ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે દર્દીઓમાં કોરોનાના ગંભીર લક્ષણો જોવા મળ્યા હોય તે લોકોની ઈમ્યુનીટી ઓછી હોય છે. ખાસ કરીને કોઈ દર્દીએ ઓપરેશન કરાવ્યું હોય અથવા તો તેને કેંસર જેવી બિમારી હોય તો તેને વેક્સીનનો ત્રીજો ડોઝ આપવામાં આવશે.
અમેરિકામાં નવી લહેરની શરૂઆત
USAના એએફડી કમીશ્નર જેનેટ વુડકોંકે એવું કહ્યું કે અમેરિકામાં કોરોના મહામાારીની નવી લહેર આવી છે. જેથી બૂસ્ટર ડોઝનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ડોઝ ગંભીર લક્ષણો વાળા દર્દીઓનેજ આપવામાં આવશે. પરતું જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે. તે લોકો સુરક્ષીત છે. સાથેજ તેમને બુસ્ટર ડોઝ લેવાની કોઈ જરૂર નથી.
બાઈડેન સરકારે લીધો મોટો નિર્ણય
ઉલ્લેખનીય કે અમેરિકાના સિનિયર ડૉક્ટરોએ જણાવ્યું કે બૂસ્ટર ડોઝ આપવા માટેનો ઓર્ડર અમને જલ્દી આપવામાં આવશે. પ્રશાસન દ્વારા જ્યારે આ મામલે કહેવામાં આવશે ત્યારબાદ બૂસ્ટર ડોઝની કામગીરી શરૂ કરવામાં આવશે. હાલ અમેરિકામાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. જેને ધ્યાનમાં રાખીનેજ બાઈડેન સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.