બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Booster dose starts from today in Ahmedabad
Ronak
Last Updated: 09:58 AM, 10 January 2022
ADVERTISEMENT
વકરતા જતા કોરોનાને કારણે સરકાર દ્વારા બૂસ્ટર ડોઝ આપવાની વાત કરવામાં આવી હતી. જેથી કરીને સંક્રમણને બને તેટલુ કાબૂમાં લઈ શકાય. ત્યારે આજથી કોરોનાના બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જેમા ફ્રંટલાઈન વર્કર અને વરિષ્ઠ નાગરીકોને આજથી કોરોના રસીનો ત્રીજો ડોઝ આપવામાં આવશે.
ADVERTISEMENT
વેક્સિન સેન્ટર પર આપવામાં આવશે ડોઝ
અમદાવાદમાં પણ આજથી કોરોનાના બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ કરી દેવામાં આવી છે. જેમા સોલા સિવિલ હોસ્પિટલ ખાતે બૂસ્ટર ડોઝ આપવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલમાં આવેલ વેક્સિન સેન્ટર પરથી બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.
રાજ્યમાં વધ્યા કોરોનાના કેસ
રાજ્યમાં હાલ કોરોનાના કેસ વાયુ વેગે વધી રહ્યા છે ગત 24 કલાકની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 6275 કેસ નોંધાયા છે. જે હવે એક ચિંતાનો વિષય બન્યો છે. જોકે પરિસ્થિતી બેકાબૂ બનતા કેન્દ્ર સરકાર દ્વારા બૂસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમા આજથી લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.
વિદ્યાર્થીઓમાં પણ સંક્રમણ બેકાબૂ
ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસ ગુજરાતની શાળાઓમાં પણ વધી રહ્યા છે. જેમા 1 ડિસેમ્બરથી લઈને અત્યાર સુધીમાં 1100 જેટલા વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. સૌથી વધારે કેસ સુરતમાં નોંધાયા છે. જ્યા અત્યાર સુધીમાં કુલ 532 જેટલા વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જે એક ચિંતાનો વિષય બન્યો છે. જોકે હાલ તો સરકાર દ્વારા 1 થી 9 ધોરણના વિદ્યાર્થીઓના ઓફલાઈન વર્ગો બંધ કરી દીધા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT