બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 'કસ્ટમ વિભાગે તમારું પાર્સલ અટકાવ્યું છે' આવો ફોન આવે તો ચેતજો, નહીં તો થઈ જશે ફ્રોડ
Last Updated: 07:20 PM, 24 June 2024
ઓનલાઇન શોપિંગનું પ્રમાણ વધ્યું છે. હવે લોકો દરેક જીવન જરૂરિયાતવાળી વસ્તુ ઓનલાઇન ખરીદે છે. ફૂડ પણ ઓનલાઈન મંગાવે છે. આ સ્થિતિમાં હવે સ્કેમર્સ લોકોને છેતરવાની નવી ટ્રિક્સ અપનાવી રહ્યા છે. જો તમે સાવચેતી ના રાખો તો તમે પણ ફ્રોડનો શિકાર બની શકો છો. આવી જ કિસ્સો દિલ્લીની IT કંપનીના સોફ્ટવેર પ્રોફેશનલ સુનીલ કુમાર નામના વ્યક્તિ સાથે થયો.
ADVERTISEMENT
સૂત્ર મુજબ, દિલ્લીના સોફ્ટવેર પ્રોફેશનલને સોમવારે IVR કોલ આવ્યો હતો. જેમાં તેને કહેવાયું કે તેમના નામથી ફેડેક્સના મારફતે લંડનમાં એક પાર્સલ મોકલાયું છે,જે અનડિલીવર્ડ છે. આ મુદ્દે કસ્ટમર કેરમાં વાત કરવા શૂન્ય દબાવવાનું કહેવામાં આવ્યું હતું. સુનીલ કુમારે જેવું શૂન્ય દબાવ્યું. તરત જ તેનો કોલ એક વ્યક્તિ સાથે કનેક્ટ થઈ ગયો. તે વ્યક્તિએ ભરોષો અપાવ્યો કે તે ફેડેક્સનો કર્મચારી છે. તેને કહ્યું કે તમારા નામથી 20 જૂને મુંબઈ અંધેરીથી એક પાર્સલ બુક થયું છે. તેમા પાંચ એક્સપાયર્ડ પાસપોર્ટ, પાંચ એક્સપાયર્ડ ડેબિટ કાર્ડ, બે લેપટોપ, 25 IPR અને 25 સ્ટ્રીપ છે.
ADVERTISEMENT
આ વાત સાંભળીને સુનિલે કહ્યું કે તેને કોઈ પાર્સલ બુક નથી કરાવ્યું. તો સામેથી કહેવામાં આવ્યું કે, આ સાયબર ક્રાઇમનો મુદ્દો છે જેથી અને મુંબઈ સાયબર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીને કનેક્ટ કરીએ છીએ. ફોન સાયબર ક્રાઇમના કર્મચારી સાથે કનેક્ટ થઈ ગયો. બેકગ્રાઉન્ડથી પોલીસવાળા વોકી ટોકી પર વાતચીત કરી રહ્યા હોય તેવો અવાજ સંભળાઈ રહ્યો હતો. પોલીસ અધિકારીએ આ માટે ફરિયાદ કરવા ઓનલાઇન અને ઓફલાઈન બે પ્રકારનો વિકલ્પ આપ્યો. સુનીલે ઓનલાઇન ફરિયાદ કરવાનું કહ્યું તો સામેથી સ્કાઈપ ડાઉનલોડ કરવાનું કહેવાયું. આથી સુનીલને ફ્રોડ થવાનો સંકેત મળી જતા તેને ફોન કાપી નાખ્યો.
એક્સપર્ટનું કહેવું છે કે અત્યારે ફોરેન પાર્સલના નામે ખૂબ ફ્રોડ થાય છે. પહેલા તે મોટા શહેરોમાં થતું હવે નાના શહેરમાં પણ થાય છે. જેમાં કોઈ કુરિયર કંપનીના કર્મચારી બનીને જ ફ્રોડ કરવામાં આવે છે. આ ફોનમાં. કહેવામાં આવે છે કે તમારા પાર્સલમાં પ્રતિબંધિત વસ્તુ છે. વ્યક્તિને વિશ્વાસ આવે તે માટે તે વિસ્તારથી જાણકારી પણ આપે છે. પીડિતને તરત જ પોલીસને ફોન કરવાનું કહેવાય છે. અને નકલી પોલીસ સાથે ફોન કનેક્ટ કરાવે છે.
ફોન પર પોલીસનુ ઈન્વોલમેન્ટ જોઇને પીડિતને વિશ્વાસ આવી જાય છે કે, મામલો ગંભીર છે. આ મામલો રફેદફે કરવા પૈસાની જરૂર પડશે તેમ કહેવાય છે. પીડિતને જેલની પણ બીક આપવામાં આવે છે. આવી રીતે ફસાવીને પીડિત પાસેથી પૈસા પડાવામાં આવે છે. આ ઘોટાળામાં કેટલીકવાર બીજી ટ્રિક્સ પણ અપનાવવામાં આવે છે. જેમાં પાર્સલમાંથી તમારું નામ હટાવવા એક લિંક મોકલવામાં આવે છે. આ માટે થોડું પેમેન્ટ કરવાનું કહેવાય છે.
સાયબર અધિકારીઓના મતે, જો તમે આ લિંક પર ક્લિક કરો છો તો બેકગ્રાઉન્ડમા મિરરિંગ એપ ડાઉનલોડ થઈ જાય છે. તમે જ્યારે પેમેન્ટ કરો છો ત્યારે તે તમારા એકાઉન્ટની માહિતી ચોરી લે છે અને બાદમાં મોટી રકમ તમારા ખાતામાંથી ઉઠાવી લે છે.કેટલીક વાર આરોપીઓ Google પર Fictitious લિંકસ પબ્લિશ કરે છે. કેટલીકવાર લોકો આ નકલી લિંક પર પોંહચી જતા હોય છે અને તેઓ ફ્રોડનો શિકાર બની જાય છે. જેમાં નામ અને મોબાઈલ નંબર ચોરી કરવામાં આવે છે.
આ મામલે કસ્ટમ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, આવા ફોન આવે જેમાં તમને ફ્રોડ થવાની શક્યતા દેખાતી હોય તો ફોન કટ કરી દો. આવા ફોનમાં કોઈ પણ વ્યક્તિગત જાણકારી ના આપો. જો કોઈ કહે કે તમારું પાર્સલ કસ્ટમ વિભાગે રોકી રાખ્યું છે કે, તો ઑફિશિયલ સમ્મનની માંગ કરો. જો આવો ફોન આવે તો કુરિયર કંપનીની વેબસાઇટ પર જઇને જેતે ડિલિવરી બાબતે જાણકારી મેળવો. ફોન કરનાર સામેના શખ્સ પાસે પાર્સલ ટ્રેકિંગ ID માંગો અને તેને ચેક કરો.
આ પણ વાંચો: એલર્ટ ! જંક ફૂડ ખાવાનું રિઝલ્ટ આવી ગયું, યુવાનોમાં 3 મોટી બીમારી થવા લાગી, કેસો વધ્યાં
જો તમે ઓનલાઇન ફ્રોડનો શિકાર થઈ ગયા હોય તો તરત જ તમારી નજીકના પોલીસ સ્ટેશન પર આ અંગે ફરિયાદ કરો. આ સાથે National Cyber Crime Reporting Portal પર પણ ફરિયાદ દાખલ કરો. તેના માટે તમે હેલ્પલાઇન નંબર 1930 આપવામાં આવ્યો છે. તેનો તરત જ ઉપયોગ કરવો.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.