1 લીટરમાં આ સેડાન કાર ચાલશે 21 કિલોમીટર, માત્ર 21 હજાર ભરો અને...

By : kavan 04:26 PM, 06 August 2018 | Updated : 04:26 PM, 06 August 2018
Maruti suzuki ciaz ના ફેસલિફ્ટ વર્ઝનની લોકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. જેમ - જેમ તેની લોંન્ચિંગ ડેટ નજીક આવી રહી છે તેમ-તેમ લોકો સામે નવી જાણકારી પણ આવી રહી છે.

આ મામલે એક તાજા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે કે, કારનું એડવાન્સ બુકીંગ હવે શરૂ થઇ ચૂક્યું છે. NEXA ના કોઇપણ સ્ટોરમાં જઇને ગ્રાહક આ કારનું પ્રિ-બુકીંગ કરાવી શકે છે. આ કારના એડવાન્સ બુકીંગમાં ગ્રાહકે માત્ર 21 હજારનું ટોકન ડિલરને જમા કરાવવાનું છે.

એવરેજ:- 
એવરેજ મામલે સેડાન કાર પાસે કાંઇ ખાસ અપેક્ષા રાખી શકાતી નથી પરંતુ સિયાઝમાં લગાવવામાં આવેલ 1.5 લીટર પેટ્રોલ એન્જિન આપવામાં આવેલ છે. જે 105PSનો પાવર અને 138Nmનો ટોર્ક આપે છે.આ સાથે એવરેજની વાત કરીએ તો નેક્સાની આ કાર એક લીટરમાં 21.56 કિલોમીટરની એવરેજ આપશે. આ કાર સ્પીડ ઓટોમેટિક ટ્રાંન્સમિશનથી જોડાયેલ છે જે એક લીટરમાં 20.2 કિલોમીટરની એવરેજ આપનારું છે.

આપને જણાવી દઇએ કે, કારના એન્જિનની વાત કરીએ તો તે ખુબ જ પાવરફુલ છે પરંતુ ભારતીય સડકો માટે આ ગાડી કેટલા અંશે યતાર્થ નિવડે છે તે તો આગામી સમય જણાવશે.

ક્યાં કલરમાં પ્રાપ્ત થશે આ કાર..

આ વખતે CIAZ મેગ્નમ ગ્રે કલરમાં લોન્ચ થશે અને આ સિવાય આ કારમાં Sigma, Delta, Zeta, and Alphe જેવા 4 વેરિયંટમાં લોન્ચ થનાર છે. જેમાં Alpha જે ટોપ મોડલ ગણાશે.જેમાં 16 ઇંચ જ્યારે Delta CSX 15 ઇંચ એલોય વ્હીલ્સ સાથે પ્રાપ્ત થશે. આ કારમાં સ્ટેરિંગ કંટ્રોલ અને બ્લૂટૂથ કનેક્ટિવીટી જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

અન્ય કઇ કાર સાથે કરશે મુકાબલો..

આ ગાડીનો hyundai ની Verna કાર સાથે અને Honda City સાથે થશે.Recent Story

Popular Story