ભારતીય બજારમાં ઇલેક્ટ્રીક વ્હીકલ સેગમેન્ટમાં એક નવા પ્લેયરની એન્ટ્રી થવા જઇ રહી છે.
દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર
3 લાખ રૂપિયાનો થશે ફાયદો
10 હજાર રૂપિયા ભરીને કરાવો બૂક
મુંબઇ બેઝ્ડ સ્ટાર્ટ-અપ કંપની સ્ટ્રોમ મોટર્સે પોતાની મિની ઇલેક્ટ્રીક કાર સ્ટ્રોમ આર-3ની પ્રિ બુકિંગ શરૂ કરી દીધી છે. આ કારને બૂક કરવા માટે 10000 રૂપિયા ભરીને કાર બૂક કરાવી શકો છો.
સ્ટ્રોમ આર-3 ત્રણ પૈડાવાળુ વાહન છે. જેના પાછલા પૈડામાં એક અને આગળ બે પૈડા છે. આ કારને ખાસ મુંબઇ, બેંગ્લોર અને દિલ્હી જેવા શહેરોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે.
આકાર
જ્યાં સુધી કારની સાઇઝની વાત છે તો આ કારની લંબાઇ 2907એમએમ અને પહોળાઇ 1405એમએમ, ઉંચાઇ 1572 એમએમ છે. જોવામાં આ કાર ખુબ આકર્ષક છે.
બેટરી અને ડ્રાઇવિંગ રેંજ
આ કારમાં કંપનીએ 13kWની ક્ષમતાની હાઇ એફિસીયંશી મોટરનો પ્રયોગ કર્યો છે. જે 48 એનએમ ટોર્ક જનરેટ કરે છે. સાથે જ એક ફાસ્ટ ચાર્જર પણ આપવામાં આવશે. બેટરી 2 કલાકમાં જ 80 ટકા ચાર્જ થઇ જશે. આ કારને ફૂલ ચાર્જ કરવામાં વધુ માં વધુ 3 કલાક લાગશે.
ફીચર્સ
આ કાર જોવામાં ભલે નાની હોય પરંતુ કંપનીએ ખુબ સારા ફીચર્સ આપ્યા છે. આ કારમાં એડજસ્ટેબલ ડ્રાઇવિંગ સીટ, 4.3નું ડિજીટલ ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ, ક્લાઇમેટ કંટ્રોલ, રિમોટ કિલેસ એન્જરી, 4જી કનેક્ટીવીટી જેવી સુવિધાઓ આપવામાં આવી છે.
શું હશે કિંમત
લૉન્ચ પહેલા તેની કિંમતને લઇને કંઇ કહી શકાય તેમ નથી પરંતુ કહેવામાં આવે છે કે આ કારની કિંમત 4.5 લાખ રૂપિયા રાખવામાં આવશે. આ દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રીક કાર હશે.