બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / bone health eat these calcium rich food to improve bone density naturally

ચિંતા ના કરશો / ઘડપણમાં સારી જિંદગી જીવવી હોય તો અત્યારથી બચાવો હાડકા, આટલી ચીજો રોજ ખાવાનું શરૂ કરી દો, આજીવન ઘોડાની જેમ દોડતા રહેશો

Premal

Last Updated: 04:34 PM, 24 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાડકામાં દુ:ખાવાની સમસ્યાનો સામનો વૃદ્ધ સહિત હવે જવાન લોકોએ પણ કરવો પડે છે. હાડકા માટે કેલ્શિયમ ઘણુ જરૂરી માનવામાં આવે છે. શરીરમાં કેલ્શિયમની કમી થવાથી હાડકા નબળા થવા લાગે છે. તેથી તમારા ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જેનાથી હાડકા અને સાંધાના દુ:ખાવાની સમસ્યાનો સામનો ના કરવો પડે.

  • શું તમને હાડકા અને સાંધામાં દુ:ખાવાની સમસ્યા છે?
  • તમારા ડાયટમાં આ ત્રણ વસ્તુઓનો કરો સમાવેશ
  • શરીરમાં તમારા હાડકાને બનાવશે મજબૂત

ઘણા લોકોને ઉઠતા-બેસતા વખતે હાડકા અને સાંધામાં દુ:ખાવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ એ વાત તરફ ઈશારો કરે છે કે તમારા હાડકા નબળા થયા છે. હાડકાને મજબૂત કરવા માટે કેલ્શિયમ ખૂબ જરૂરી માનવામાં આવ્યું છે.

બોન હેલ્થ કેમ જરૂરી છે?

આપણા હાડકા સતત બદલાતા રહે છે. શરીરમાં નવા હાડકા બનતા જૂના હાડકા તુટવા લાગે છે. જ્યારે તમે યુવાન હોય ત્યારે જૂના હાડકા તુટ્યા બાદ નવા હાડકા ઘણા જલ્દી બને છે. આ સાથે બોન માસ પણ વધે છે. પરંતુ ઉંમર વધતા બોન માસ વધે છે, પરંતુ પહેલા જેવી તેજીથી નહીં. ઉંમર વધવાની સાથે એક સમય બાદ ઓસ્ટિયોપોરોસિસની સમસ્યા થાય છે. ઓસ્ટિયોપોરોસિસ એક એવી બિમારી છે, જેમાં હાડકા ખૂબ નબળા પડી જાય છે અને સરળતાથી તુટવા લાગે છે.

આ ત્રણ વસ્તુઓ બોન હેલ્થ માટે વધુ લાભદાયી 

એક ન્યુટ્રીશિયન મુજબ બોન હેલ્થને સુધારવા માટે ત્રણ ચીજ વસ્તુઓનું સેવન કરવુ ખૂબ ફાયદાકારક સાબિત હોઇ શકે છે.

તલ

તલમાં ફોસ્ફરસ અને કેલ્શિયમની વધુ માત્રા હોય છે, જે બોન હેલ્થ માટે વધુ લાભદાયી સાબિત થાય છે.

કઠોળ

કઠોળ હાડકા માટે પાવર હાઉસનુ કામ કરે છે. જેમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ફાસ્ફોરસ હોય છે, જે બોન હેલ્થને સુધારવામાં મદદ કરે છે. એવામાં જરૂરી છે કે તમે ડાયટમાં રાજમા, સોયાબીન જેવી વસ્તુઓને એડ કરો.

રાગી

રાગી કેલ્શિયમથી પણ ભરપૂર હોય છે, જે તમારા હાડકા માટે ખૂબ શ્રેષ્ઠ માનવામાં આવે છે. રાગીથી તમે ચીલા, પેનકેક અને રોટલી વગેરે ચીજ વસ્તુઓ બનાવી શકો છો.

આ વસ્તુઓનું કરો દરરોજ સેવન

અનાનસ

અનાનસમાં પોટેશિયમની ભરપૂર માત્રા હોય છે, જે શરીરમાં બનનારા એસિડના લેવલને બેલેન્સ કરે છે અને કેલ્શિયમની કમી થવાથી પણ રોકે છે. જેમાં વિટામિન Aની માત્રા ઘણી વધારે હોય છે. 

પાલક

પાલકમાં કેલ્શિયમની માત્રા ઘણી વધારે હોય છે, જે હાડકા અને દાંત માટે શ્રેષ્ઠ સાબિત થાય છે. દરરોજ એક કપ પાકેલી પાલકનુ સેવન કરી તમે તમારા શરીરમાં 25 ટકા સુધી કેલ્શિયમની કમીને પૂરી કરી શકો છો. આ ઉપરાંત પાલકમાં આયરન અને વિટામિન Aની વધુ માત્રા હોય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bone Health Improve Bone Density Rich Food હાડકામાં દુ:ખાવો Bone Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ