હાડકાં સતત દુખાવો થવો, સોજો આવવો, સામાન્ય ઈજાથી ફ્રેક્ચર થવું અને સાંધામાં દુખાવો થવો તે હાડકાંના કેન્સરના સામાન્ય લક્ષણો છે.
હાડકાંનું કેન્સર એક દુર્લભ પ્રકારનું કેન્સર છે
સતત આ પ્રકારે દુખાવો થતો હોય તો તે કેન્સરનું લક્ષણ છે
આ પ્રકારના લક્ષણો જોવા મળે તો ડોકટરની સલાહ લેવી જરૂરી છે
હાડકાંનું કેન્સર એક દુર્લભ પ્રકારનું કેન્સર છે. આ કેન્સરના કેસ ખૂબજ ઓછા જોવા મળે છે. હાડકાં સતત દુખાવો થવો, સોજો આવવો, સામાન્ય ઈજાથી ફ્રેક્ચર થવું અને સાંધામાં દુખાવો થવો તે હાડકાંના કેન્સરના સામાન્ય લક્ષણો છે. આરોગ્ય નિષ્ણાંત અનુસાર ‘કમરનો દુખાવો અને ખાસ કરીને નીચેના ભાગમાં દુખાવો થવો હાડકાંના કેન્સરનું સામાન્ય લક્ષણ છે.’ સતત આ પ્રકારે દુખાવો થતો હોય તો તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરવો.
આ લક્ષણોને ક્યારેય અવગણવા નહીં
કરોડરજ્જૂના હાડકાંમાં દુખાવો-
જો કોઈ વ્યક્તિને હાડકાંનું કેન્સર હોય અને કમરમાં દુખાવો થતો હોય તો તે કરોડરજ્જૂના હાડકાંની પાસે વિશિષ્ટ સ્થાન પર હશે અથવા આસપાસના એરિયામાં થશે. આ દુખાવો અસહનીય હોય છે, જેના કારણે રોજબરોજના કામ થઈ શકતા નથી.
રાત્રે દુખાવો થવો-
હાડકાંનું કેન્સર હોય તો દુખાવો રાત્રે થાય છે. ફિઝિકલ એક્ટિવિટી ઓછી થવાને કારણે દુખાવો થાય છે. કંઈપણ ઈજા ના થઈ હોય તેમ છતાં તમને રાત્રે પીઠનો દુખાવો થાય અને તે અસહનીય હોય, તો તે એક ચિંતાનો વિષય હોઈ શકે છે.
ગાંઠ થવી-
હાડકામાં સોજો અથવા દુખાવો થતો હોય તે જગ્યાએ ગાંઠ હોય તો તે હાડકામાં ટ્યૂમરનો સંકેત આપે છે. ફેમિલીમાં કોઈને કેન્સર હોય તો પણ કેન્સર થવાનું જોખમ રહે છે. હાડકાંનું કેન્સર કોઈપણ ઉંમરે થઈ શકે છે. જો તમને અથવા તમારા બાળકને પીઠમાં સતત દુખાવો થતો હોય તો ડોકટરની સલાહ જરૂરથી લેવી.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)